સોમવારે અવશ્ય કરો આ ઉપાય, મહાદેવ આપશે મનપસંદ આશીર્વાદ

સોમવારે અવશ્ય કરો આ ઉપાય, મહાદેવ આપશે મનપસંદ આશીર્વાદ
MAHADEV (symbolic image)

જો ઘરમાં કલેશ હોય કે હોય અન્ય પરેશાની, વ્યક્તિની તમામ આધિ, વ્યાધિ અને ઉપાધિને હરનારા છે મહાદેવ. સોમવારે ભોળાનાથની ભક્તિ કરવાથી ભોળાનાથની અપરંપાર કૃપા વ્યક્તિ પર વરસે છે.

TV9 Bhakti

| Edited By: Kunjan Shukal

Jan 24, 2022 | 6:26 AM

સોમવાર (MONDAY) એટલે તો સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવતો દિવસ. સોમવાર એ સનાતન સંસ્કૃતિમાં દેવાધિદેવ શિવને સમર્પિત વાર છે. સોમવારે લોકો શિવજીની પૂજા કરે છે. શિવાલયે જઈ અભિષેક કરે છે. સોમવાર તો શિવભક્તિ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. કહેવાય છે કે આજના દિવસે જો ભાવથી ભોળાનાથને ભજવામાં આવે તો ભોળાનાથની અપરંપાર કૃપા વ્યક્તિ પર વરસે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે સોમવારે શું ખાસ કરવું જોઈએ? સોમવારે શું કરવાથી ભોળાનાથ આપશે સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ ?

સોમવારે લોકો શિવજીની કૃપાને પ્રાપ્ત કરવા માટે વ્રત રાખતા હોય છે તો વળી કોઈ સતત શિવ મંત્રનો જાપ પણ કરે છે. ત્યારે આજે આપણે જાણીએ કે સોમવારે શિવજીને શું અર્પણ કરવાથી મહાદેવ આપશે મનપસંદ આશીર્વાદ ? 1. જો આપના ઘરમાં કલેશ છે કે પછી કોઈ પારિવારીક સમસ્યાનું સમાધાન નથી મળતું તો સોમવારે શિવજીને ધતુરો અર્પણ કરવો જોઈએ. તેનાથી ઘરના કલેશનું નિવારણ થતું હોવાની માન્યતા છે.

2. ઘરમાં રહેલા શિવજીના ચિત્રની સામે દરરોજ અથવા દર સોમવારે ગાયના ઘીનો દિવો કરવો જોઈએ. કહે છે કે તેનાથી જીવનની તમામ આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે.

3. શનિદોષને સમાપ્ત કરવા માટે શુદ્ધ જળમાં કાળા તલ મેળવી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ.

4. સોમવારે શિવલિંગ પર જો માત્ર શુદ્ધ જળથી અભિષેક કરવામાં આવે તો પણ વ્યક્તિનું જીવન સફળ થઈ જતું હોવાની માન્યતા છે.

5. સોમવારે દિવસમાં જ્યારે પણ સમય મળે શિવજીના મંત્રનો જાપ અવશ્ય કરતો રહેવો.

6. જો શક્ય હોય તો આજે દાન પણ કરવું. આપ ચોખા, દહીં, સફેદ કપડા, દૂધ કે પછી અન્ય કોઈ સફએદ મિઠાઈને પણ દાન કરી શકો છો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : પૌરાણિક કથાઓમાં પણ સિંદૂરનો ઉલ્લેખ, જાણો સિંદૂર સાથે જોડાયેલી રસપ્રદ માન્યતા

આ પણ વાંચો : જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો ચોક્કસથી કરો આ ઉપાય, સૂર્યદેવતા શુભ ફળ કરશે પ્રદાન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati