Masik shivratri 2021: આજે છે માસિક શિવરાત્રી, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

પૌરાણિક વાર્તાઓ પ્રમાણે, મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ લિંગણસ્વરૂપમાં મધ્યરાત્રીએ પ્રગટ થાય હતા. આદિવસે શિવજીની પૂજાનું અનેરું મહત્વ છે.

  • Publish Date - 12:47 pm, Mon, 11 January 21 Edited By: Pinak Shukla
Masik shivratri 2021: આજે છે માસિક શિવરાત્રી, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
શિવરાત્રીનું જાણો મહત્વ

Masik shivratri 2021: માસિક શિવરાત્રી આજે 11 જાન્યુઆરીને સોમવારના દિવસે છે. સોમવારે ભગવાન શિવજીને સમર્પિત દિવસ છે અને આજના દિવસે શિવરાત્રી પણ છે જેથી આજનો દિવસ શિવ ભક્તો માટે અત્યંત લાભદાયી નીવડી શકે છે. દર મહિનાની કૃષ્ણ પક્ષની ચોથના દિવસે માક્ષિક શિવરાત્રી મનાવવામાં આવે છે. પૌરાણિક વાર્તાઓ પ્રમાણે, મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ લિંગણસ્વરૂપમાં મધ્યરાત્રીએ પ્રગટ થાય હતા. આ દિવસે શિવજીની પૂજાનું અનેરું મહત્વ છે. આવામાં ભગવાન શિવજીનો જન્મ દિવસ મહાશિવરાત્રીના દિવસે મનાવવામાં આવે છે. જેને લઈને શિવભક્તો દર મહિનાની કૃષ્ણ પક્ષની ચોથના દિવસે માસિક શિવરાત્રી મનાવે છે, તો ચાલો જાણીએ શું છે માસિક શિવરાત્રીનું મહત્વ અને કયારે છે મુહૂર્ત?

MASIK SHIVRATI

MASIK SHIVRATI

માસિક શિવરાત્રીનું શુભ મુહૂર્ત –
પૌષ માહની કૃષ્ણપક્ષ ચતુર્થી

માસિક શિવરાત્રીનું શુભ મુહૂર્ત –
ચતુરદર્શી પ્રારંભ : 11 જાન્યુઆરી સોમવાર , બપોરે 02 કલાકેને 32 મિનિટથી
ચતુરદર્શી સમાપ્ત: 12 જાન્યુઆરી મંગળવાર , બપોરે 12 કલાકેને 22 મિનિટ સુધી

શું છે માસિક શિવરાત્રીનું મહત્વ?
માસિક શિવરાત્રી શિવલિંગની પૂજા કરવાનો મહિમા છે. ભક્તો શિવ અને નશક્તિ એમ બંનેની આરાધના કરે છે. હિન્દુ ધર્મમાં માસિક શિવરાત્રીનું અનેરું મહત્વ છે. આ દિવસે વ્રત કરવાથી જાતકની નકારાત્મક ઉર્જાઓ ખતમ થાય છે. આ વ્રત કરીને વ્યક્તિ પોતાના આવગુણોથી મુક્ત થાય છે. આ દિવસે વ્રત કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. શિવપુરાણમાં જે વ્યક્તિ આ વ્રત પૂરા વિધિ વિધાનથી કરે છે તેની દરેક મનોકામના પૂરી થાય છે તેમજ જીવનમાં સુખ અને શાંતિની અનુભૂતિ થાય છે.