Mars Transit 2022 : મંગળનું થઇ રહ્યુ છે રાશિ પરિવર્તન, જાણો તમારી રાશિ પર કેવી રહેશે અસર

Mars Transit 2022: જ્યોતિષમાં મંગળ ગ્રહને હિંમત, શક્તિ, જમીન અને પરાક્રમનો કારક માનવામાં આવે છે. જો કુંડળીમાં મંગળ શુભ હોય તો વ્યક્તિનું જીવન અનેક રીતે અદ્ભુત રહે છે.

Mars Transit 2022 : મંગળનું થઇ રહ્યુ છે રાશિ પરિવર્તન, જાણો તમારી રાશિ પર કેવી રહેશે અસર
mars transit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 12:18 PM

Mangal Transit In Aries 2022 : જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહોના રાશિ પરિવર્તનનો સમય જણાવવામાં આવ્યો છે. મંગળનું રાશિમાં પરિવર્તન થવા જઇ રહ્યો છે. જમીન, લગ્ન, અને પરાક્રમનો કારક મંગળ અત્યારે મેષ રાશિમાં છે. મંગળ 10 ઓગસ્ટે સુધી મેષ રાશિ (Mangal)માં ગોચર છે. જ્યોતિષશાસ્ત્ર (Astrology) અનુસાર તે 10 ઓગસ્ટે રાત્રે 9.32 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિના જાતકોને આ રાશિમાં પ્રવેશ કરવાથી ખુબ લાભ દાયક રહેશે.

વૃષભ રાશિ: મંગળના ગોચરને કારણે આ રાશિના લોકોને શુભ ફળ મળશે. શત્રુઓનો પરાજય થશે. આવકમાં વધારો થશે. રોકાણ માટે સમય સારો છે. જૂના વિવાદો દૂર થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે.

કર્ક રાશિ : કર્ક રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે. તેઓ જૂના દેવામાંથી મુક્તિ મેળવશે. નોકરીમાં પ્રગતિ થશે. આવકમાં વધારો થશે. કાર્યસ્થળ પર દરેકનો સહયોગ મળશે. જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમને સારા પરિણામ મળી શકે છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

સિંહ રાશિ : મંગળ ગોચરની અસર આ રાશિના લોકો માટે ફળદાયી રહેશે. જે પણ કામ આ લોકો કરશે. તેમને દરેક બાબતમાં સફળતા મળશે. આ સમયગાળા દરમિયાન આર્થિક પ્રગતિની સંભાવનાઓ છે. તેમની શક્તિ અને હિંમત વધશે.

તુલા રાશિ : મંગળના ગોચરને કારણે આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કાયદાકીય બાબતોમાં તમને સફળતા મળશે.

ધનુ રાશિ : કાર્યસ્થળ પર તેમની પ્રશંસા થશે. તેમની આવકમાં વધારો થવાની સંભાવના છે. નવા લોકો સાથે મુલાકાત થશે. આ બેઠક ભવિષ્યમાં લાભદાયી રહેશે.

કુંભ રાશિ : કુંભ રાશિના લોકોના પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે. નવા વાહન કે મકાનની ખરીદવાના અવસર પેદા થશે.

મીન રાશિ : સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા કામમાં તમને સફળતા મળશે. તમે બિઝનેસ ટ્રીપ પર જઈ શકો છો. પરીક્ષા-ઇન્ટરવ્યૂમાં તમને સફળતા મળશે. એકંદરે આ સમય સારો રહેશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">