Mahashivratri 2021: જાણો ક્યારથી શરૂ થઈ શિવલિંગ પર દૂધાભિષેકની પરંપરા, જાણો તેનું મહત્વ

Mahashivratri 2021: હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવની ઉપાસનામાં દૂધનું પણ મહત્વ છે.

Mahashivratri 2021: જાણો ક્યારથી શરૂ થઈ શિવલિંગ પર દૂધાભિષેકની પરંપરા, જાણો તેનું મહત્વ

Mahashivratri 2021: હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવની ઉપાસનામાં દૂધનું પણ મહત્વ છે. દૂધનો શિવલિંગના રૂદ્રાભિષેકમાં વિશેષ ઉપયોગ છે. એવી ધાર્મિક માન્યતા છે કે જે વ્યક્તિ દુનિયાના મોહથી મુક્ત થવા માંગે છે અને શિવના ચરણોમાં સ્થાન ઈચ્છે છે. આ વ્યકિતએ મહા શિવરાત્રીના દિવસે ભગવાન શિવનો ગંગા જળ અને દૂધથી અભિષેક કરવો જોઈએ.

 

માન્યતાઓ અનુસાર દૂધ સાથે શિવલિંગનો રૂદ્રાભિષેક માણસની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. સોમવારે દૂધનું દાન કરવાથી ચંદ્ર બળવાન બને છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવએ ચંદ્રને તેના શીશ પર રાખ્યા છે. એવું માનવામાં આવે છે કે શિવજીની પૂજા કર્યા પછી દૂધનું દાન કરવું પણ ખૂબ શુભ છે. હંમેશાં ધ્યાનમાં રાખો કે જ્યારે તમે મહાદેવને દૂધાભિષેક કરો છો ત્યારે દૂધ વ્યર્થ ના થવું જોઈએ.

 

શિવલિંગને શા માટે દૂધથી અભિષેક કરવામાં આવે છે

ઘણા લોકોને ખબર નથી હોતી કે તેઓ શિવલિંગ પર દૂધાભિષેક અને આ પરંપરા ક્યારે શરૂ થઈ. ખરેખર, શિવલિંગ પર દૂધ ચઢાવવાનું રહસ્ય સાગર મંથન સાથે જોડાયેલું છે. સમુદ્ર મંથનમાં સૌ પ્રથમ વિષ નીકળ્યું હતું. આ વિષની જ્યોતથી દેવતા અને દાનવો સળગવા લાગ્યા અને તેમની ક્રાંતિ ફીકી પડવા લાગી હતી. તેની બાદ બધાએ સાથે મળીને ભગવાન શંકરને પ્રાર્થના કરી. તેમની પ્રાર્થના પર મહાદેવજીએ તેમની હથેળી પર વિષ મૂક્યું અને પીધું છે. પણ તેને કંઠમાં જ રાખ્યું છે. આ કાલકુટ વિષની અસરને લીધે શિવનો કંઠ વાદળી થઈ ગયો. તેથી જ મહાદેવજીને નીલકંઠ કહે છે.

 

તેમજ કહેવામાં આવે છે આ વિષનો પ્રભાવ ભગવાન શિવ અને તેમની જટામાં રહેલા દેવી ગંગા પર પડવા લાગ્યો હતો. આ જોતાં જ દેવી દેવતાઓ અને ભગવાન શિવને દૂધ ગ્રહણ કરવાનો આગ્રહ કર્યો. તેમજ શિવજી એ જેવું જ દૂધ ગ્રહણ કર્યું તેની સાથે જ શરીરમાં વિષની અસર ઓછી થવા લાગી હતી. તેમજ ત્યારથી જ શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાની પરંપરા શરૂ થઈ હોવાની માન્યતા પ્રચલિત છે.