Lohri 2021: ક્યારે મનાવાશે લોહરી? જાણો મહત્વ, માન્યતા, અને પારંપરિક કથા

લોહરીએ ઉત્તર ભારતનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણા પ્રાંતમાં આ તહેવાર લોકો ધામ ધૂમથી ઉજવે છે.મકારસંક્રાંતિથી એક દિવસ અગાઉ આવતા તહેવારમાં લોકો સૂર્યાસ્ત પછી પોતાના ઘરની સામે લોહરી પ્રગટાવે છે.

Lohri 2021: ક્યારે મનાવાશે લોહરી? જાણો મહત્વ, માન્યતા, અને પારંપરિક કથા
lohri
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 12, 2021 | 3:55 PM

Lohri 2021: પંજાબ-હરિયાણામાં મુખ્યત્વે ઉજવાતો આ તહેવાર આમ જોવા જઈએ તો 13 જાન્યુઆરીએ માનવામાં આવે છે. પંજાબી સંસ્કૃતિ મુજબ આ દિવસે ખેડૂતો પોતાના પાક લણવાની શરૂઆત કરે છે. લોહરીએ ઉત્તર ભારતનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે.

ખાસ કરીને પંજાબ અને હરિયાણા પ્રાંતમાં આ તહેવાર લોકો ધામ ધૂમથી ઉજવે છે.મકારસંક્રાંતિથી એક દિવસ અગાઉ આવતા તહેવારમાં લોકો સૂર્યાસ્ત પછી પોતાના ઘરની સામે લોહરી પ્રગટાવે છે. આ સાથે જ પુરુષો ભાંગડા અને મહિલાઓ ગીદ્દા નૃત્યો કરે છે. નવિવાહિત મહિલાઓ અને માઁ બનેલી મહિલાઓ આ તહેવારની આતુરતાથી રાહ જોતી હોય છે.

શું છે મહત્વ ? લોહરીનો તહવાર મકરસંક્રાંતિના અગાઉના દિવસે ઉજવાય છે. આ સાથે જ પૌષ મહિનાની સમાપ્તિ થાય છે માહ મહિનાની શરૂઆત થાય છે. આ દિવસે લોકો પવિત્ર લોહરી અગ્નિમાં ગોળ, રેવડી, ગજક, અને મગફળી નાંખીને લોકો તેમની ફરતે પરિક્રમા કરે છે. કહેવાય છે કે જે લોકો આ પવિત્ર અગ્નિની ફરતે પરિક્રમા કરે છે તેનું વૈવાહિક જીવન સુમધુર અને મજબૂત બને છે. એટલા માટે જ વૈવાહિક યુગલો પારંપરિક વેશભૂષામાં આ તહેવાર મનાવે છે. બીજી બાજુ આ તહેવાર ખેડૂતો માટે નવું વર્ષ પણ કહેવાય છે. આ વર્ષે ઘરમાં નવા પાકની પૂજા પણ કરવામાં આવે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
lohri celebration

lohri celebration

શા માટે મનાવામાં આવે છે ? પંજાબી રિત-રીવાજ મુજબ જાન્યુઆરી મહિનો એટલે કે ઠંડીના અંતમાં વાવણી અને લણણીનો સમય માનવામાં આવે છે. મુખ્યત્વે આ તહેવાર પ્રકૃતિમાં આવી રહેલા પરિવર્તનોનો આનંદ લેવા માટે મનાવામાં આવે છે. માનવામાં આવે છે કે લોહરીની રાત વર્ષની છેલ્લી સૌથી લાંબી રાત હોય છે. આ પછી દિવસો લાંબા થવા માંડે છે. આ લોકપર્વને ફસલ ઉત્સવના નામથી પણ જાણવામાં આવે છે.

શું છે લોહરીની પારંપરિક કથા? લોહરીના દિવસે દૂલ્લા ભટ્ટીની વાર્તા સાંભળવામાં આવે છે. માનવામાં આવે છે દૂલ્લા ભટ્ટીનો સબંધ મુગલ કાળથી અકબરના શાસનકાળ સાથે જોડાયેલો છે. પારંપરિક વાર્તાઓ મુજબ તે સમયમાં પંજાબમાં છોકરીઓને મોટા-મોટા સોદાગરોને વેહચી નાખતા હતા. ત્યારે તેમણે (દૂલ્લા ભટ્ટી)એ કોઇ નાયકની જેમ આવી છોકરીઓની રક્ષા કરી અને હિન્દુ યુવકો સાથે તેમના વિવાહ કરાવ્યા હતા.ત્યારથી જ લોકોએ તેમના નાયક માની લીધા અને લોહરીના દિવસે તેમની વાર્તાઓ સાંભળવાની-સંભળાવવાની પરંપરા શરૂ થઈ.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">