Sphatik Remedies : જ્યોતિષમાં સ્ફટિકનું છે ઘણું મહત્વ, જાણો તેનાથી સંબંધિત સરળ અને અસરકારક જ્યોતિષી ઉપાય

ઘણીવાર તમે લોકોને કાચ જેવી ચમકતી સ્ફટિકના માળા પહેરતા અથવા ઘરમાં સ્ફટિકના દેવી-દેવતાઓની પૂજા કરતા જોયા હશે, પરંતુ શું તમે તેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ જાણો છો, જો નહીં, તો જાણવા માટે આ લેખ ચોક્કસ વાંચો.

Sphatik Remedies : જ્યોતિષમાં સ્ફટિકનું છે ઘણું મહત્વ, જાણો તેનાથી સંબંધિત સરળ અને અસરકારક જ્યોતિષી ઉપાય
Astro remedies of Sphatik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 9:51 PM

Sphatik Remedies : જ્યોતિષશાસ્ત્રમાં, સ્ફટિક (Crystal) ને હીરાના ઉપરત્ન કહેવામાં આવે છે, જે બરફીલા પર્વતો પર બરફની નીચે ટુકડાઓના સ્વરૂપમાં જોવા મળે છે. કાચની જેમ પારદર્શક દેખાતા સ્ફટિકોથી બનેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ અને માળા (Sphatik Mala) ન માત્ર પૂજાનું શુભ ફળ જલ્દી પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, પરંતુ તેની સાથે જોડાયેલા જ્યોતિષીય ઉપાયો ( Astrological Sphatik Remedies) ચમત્કારિક રીતે જીવન સાથે જોડાયેલી સૌથી મોટી પરેશાનીઓને દૂર કરે છે. ચાલો જાણીએ સ્ફટિકથી બનેલી માળા અને દેવી-દેવતાઓની મૂર્તિનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ.

સ્ફટિકનું ધાર્મિક મહત્વ

દેવી-દેવતાઓની મૂર્તિઓની જેમ સ્ફટિકથી બનેલી માળા પણ ખૂબ જ શુભ હોય છે. સ્ફટિકને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સ્ફટિકની માળા પહેરવાથી વ્યક્તિને જીવનમાં કોઈપણ પ્રકારનો ડર નથી રહેતો અને તેને સુખ, સંપત્તિ, બળ, ધન, ઐશ્વર્ય અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ તેને પહેરે છે તેની જીવન શક્તિ અનેકગણી વધી જાય છે. એવું પણ માનવામાં આવે છે કે સ્ફટિકની માળાથી કોઈપણ દેવતાના મંત્રનો જાપ કરવાથી તે જલ્દી સિદ્ધ થઈ જાય છે.

સ્ફટિક ક્યાં મૂકવું

સ્ફટિકનો ઉપયોગ કોઈપણ સ્થાનના વાસ્તુ દોષોને દૂર કરવા માટે કરવામાં આવે છે. વાસ્તુ અનુસાર સ્ફટિક પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તેને હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. ઉત્તર દિશામાં સ્ફટિક ન રાખવું જોઈએ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

સ્ફટિક શિવલિંગની પૂજાનું ફળ

એવું માનવામાં આવે છે કે ઘરમાં સ્ફટિક શિવલિંગની પૂજા કરવાથી હંમેશા સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનો વાસ રહે છે. સ્ફટિકથી બનેલું શિવલિંગ સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે. તેને ઘરમાં રાખીને પૂજા કરવાથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે. જે ઘરમાં સ્ફટિક શિવલિંગની પૂજા કરવામાં આવે છે ત્યાંથી તમામ પ્રકારના રોગ, વાસ્તુ દોષ, ભય-અવરોધો વગેરે દૂર થાય છે.

સ્ફટિકના ગણેશજીની પૂજા કરવાનું ફળ

ઘરમાં સ્ફટિકથી બનેલા ગણેશજીની પૂજા કરવાથી જીવન સંબંધિત તમામ અવરોધો દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે સ્ફટિકના ગણેશની પૂજા કરવાથી કરિયર-વ્યવસાયમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને ઈચ્છિત પ્રગતિ પ્રાપ્ત થાય છે.

સ્ફટિક પૂજાનું ફળ

ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રી યંત્રની પૂજા ખૂબ જ શુભ અને અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સ્ફટિકથી બનેલા શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે, તે ઘરમાં ક્યારેય ધન અને અનાજની કમી નથી હોતી અને ત્યાં રહેતા લોકોને દરેક પ્રકારના સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. જે ઘરમાં સ્ફટિક શ્રીયંત્ર હોય ત્યાં દરિદ્રતા, દુ:ખ વગેરે પ્રવેશતા નથી.

સ્ફટિકની માળા ધારણ કરવાથી સ્વાસ્થય સબંધિત લાભો પણ થાય છે. કહેવાય છે કે સ્ફટિકીની માળા ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે. મગજ શાંત રહે છે અને માથાને સબંધિત દુખવાઓમાં પણ રાહત જણાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અનોખું આયોજનઃ ખોડલધામના વર્ચ્યુઅલ પાટોત્સવ માટે ગામેગામ 10 હજારથી વધુ LED સ્ક્રિન મુકાશે

આ પણ વાંચો: Ganesh Mantra : ગણેશજીના સિદ્ધ મંત્ર આપના જીવનમાં લાવશે ખુશહાલી !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">