Kalash Remedies : કળશનું પણ હોય છે તમારા જીવન સાથે કનેક્શન, જાણો તેનાથી જોડાયેલ ઉપાય

સનાતન પરંપરામાં કળશને (Kalash) મંગળનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે કોઈપણ પૂજાને કળશ વગર અધૂરી માનવામાં આવે છે. સુખ, સમૃદ્ધિ અને નસીબને ચમકાવતા કળશથી સંબંધિત ચોક્કસ ઉપાય જાણો.

Kalash Remedies : કળશનું પણ હોય છે તમારા જીવન સાથે કનેક્શન, જાણો તેનાથી જોડાયેલ ઉપાય
File photo

આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય અથવા પૂજાને કળશ (Kalash) વગર અધૂરું માનવામાં આવે છે. આ જ કારણ છે કે દરેક પૂજામાં તમે ચોક્કસપણે અમૃત સ્વરૂપે પાણીથી ભરેલું મંગલ કળશ રાખો છો. એવું માનવામાં આવે છે કે કોઈપણ ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરતા સમયે કળશની સ્થાપના કરવાથી તે કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે અને તેમાં સફળતા પ્રાપ્ત થાય છે.

 

સનાતન પરંપરામાં કળશે સુખ અને સમૃદ્ધિ અને મહિમાનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતા છે કે કળશમાં નવગ્રહ, 27 નક્ષત્રો અને કરોડો તીર્થોનો વાસ હોય છે, આજ કારણે કળશનો પૂજામાં ચોક્કસપણે ઉપયોગ થાય છે. ચાલો આપણે આ મંગલ કળશની પૂજા સંબંધિત કેટલાક નિશ્ચિત ઉપાયો જાણીએ.

 

ઘરમાં કઈ જગ્યા પર રાખવો જોઈએ કળશ?

સનાતન પરંપરામાં પૂજા માટે વપરાતા કળશને ઘરની અંદર બે જગ્યાએ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કળશને પૂજા સ્થળ અને ઘરના મુખ્ય દરવાજા પર રાખવાથી ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે.

 

કળશની પૂજાથી દૂર થશે મુશ્કેલી

જ્યારે પૂજામાં વિધિ-વિધાન સાથે કળશ સ્થાપિત કરવાથી વ્યક્તિને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન સાથે જોડાયેલા તમામ દુઃખથી મુક્તિ મળે છે. સંપત્તિનો ભંડાર હંમેશા ભરેલો રહે તે માટે હંમેશા ગંગાના જળથી મંગલ કળશની પૂજા કરવી જોઈએ.

 

કળશથી દૂર થાય છે વાસ્તુ દોષ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ધાર્મિક કાર્યો માટે વપરાતા કળશને ઉત્તર-પૂર્વમાં સ્થાપિત કરવા જોઈએ. આ દિશામાં સ્થાપિત મંગલ કળશ હંમેશા શુભ ફળ આપે છે. વાસ્તુ અનુસાર કળશ સ્થાપિત કરતા પહેલા જમીનને પવિત્ર કરવી જોઈએ. કળશને જમીનમાં મૂકતા પહેલા રોલીમાંથી અષ્ટદલ કમળ બનાવો અને તેના પર મૂકો આ પછી કળશમાં ગંગા જળ સાથે આમ્રપલ્લવ, ફૂલો અને કેટલાક સિક્કાની જરૂર પડશે.

 

કળશને ઘરના દરવાજે આ રીતે રાખો

વાસ્તુ અનુસાર મંગલ કળશને ઘરના દરવાજા પર રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ઘરમાં સુખ હંમેશા રહે છે. વાસ્તુ નિયમો અનુસાર ઘરની બહાર રાખવામાં આવેલ કળશ પહોળા મુખવાળો અને ખુલ્લો હોવો જોઈએ. દરવાજા પર રાખવામાં આવેલા કળશમાં તાજા ફૂલો અને આસોપાલવના પાન રાખી શકાય છે.

 

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ માટે કોઈ વૈજ્ઞાનિકો પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

 

આ પણ વાંચો : Garuda Purana: મૃત્યુ બાદ ગરુડ પુરાણના પાઠ કરાવવાનું મહત્વ શું છે ? તેના વિશે જાણો

 

આ પણ વાંચો : Astro Remedies for Rahu -Ketu: રાહુ-કેતુના દોષ દૂર કરવા કરો આ અસરકારક ઉપાય

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati