Ganesh Chaturthi : જાણો ગણપતિજીના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ મનોકામના પૂર્ણ થશે

દેવાધિદેવના વિવિધ સ્વરૂપોની પૂજાનું પોતાનું મહત્વ છે. ચાલો જાણીએ કે કઈ મનોકામના માટે, ગણપતિજીના કયા સ્વરૂપની પૂજા વિધિ-વિધાનથી કરવી જોઈએ.

Ganesh Chaturthi : જાણો ગણપતિજીના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ મનોકામના પૂર્ણ થશે
Lord Ganesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 4:42 PM

શુભતા અને મંગળનું પ્રતીક ગણાતા પ્રથમ પૂજનીય ગણપતિની પૂજા ખૂબ ફળદાયી છે. ભગવાન ગણેશ પોતાના ભક્તોના મોટામાં મોટા દુ:ખ પણ ક્ષણભરમાં દૂર કરે છે. વિઘ્નહર્તા, મંગલકર્તા, ગૌરી પુત્ર ગણેશજીનો મહિમા તમામ પુરાણો અને શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. દેવાધિદેવના વિવિધ સ્વરૂપોની પૂજાનું પોતાનું મહત્વ છે. ચાલો જાણીએ કે કઈ મનોકામના માટે, ગણપતિજીના કયા સ્વરૂપની પૂજા વિધિ-વિધાનથી કરવી જોઈએ.

હરિદ્રા ગણપતિ

ગણપતિનું આ સ્વરૂપ હરિદ્રા નામના મૂળમાંથી તૈયાર કરવામાં આવે છે. હરિદ્રા નિર્મિત ગણેશને મંગલનું પ્રતીક માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ લગ્ન વગેરેમાં અવરોધોનો સામનો કરી રહ્યો છે અને તેની ઉંમર વધી રહી છે, તો તેમણે હરિદ્રા ગણપતિની પૂજા કરવી જોઈએ. વહેલા લગ્નની ઈચ્છા પૂરી કરવા માટે છોકરી કે છોકરાએ ગળામાં લોકેટના રૂપમાં હરિદ્રા ગણપતિ પહેરવા જોઈએ.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

સ્ફટિક ગણેશ

ગણપતિની વિશેષ સાધના માટે સ્ફટિકની મૂર્તિ બનાવવામાં આવે છે. સ્ફટિક પોતાનામાં એક સ્વયં સિદ્ધ રત્ન છે. આ સ્થિતિમાં ગણપતિની આ મૂર્તિનું મહત્વ અનેક ગણું વધી જાય છે. સ્ફટિક ગણેશજીની પૂજા કરવાથી ધનનો વ્યય થતો નથી તથા આજીવિકા અને વ્યવસાયમાં સમૃદ્ધિ આવે છે.

ગણેશ શંખ

આ શંખ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ખાસ ઘરમાં રાખવામાં આવે છે. આ શંખનો આકાર ગણપતિના આકારનો છે. ઘર અથવા કાર્યક્ષેત્રમાં ગણેશ શંખની સ્થાપના, રોજની પૂજા અને દર્શનથી ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જીવનના તમામ અવરોધો નાશ પામે છે.

ગણેશ યંત્ર

ગણેશ યંત્ર ખૂબ જ ચમત્કારિક છે. ઘરમાં અથવા વ્યવસાય, કારખાના, દુકાન કે ઓફિસમાં રોજ ગણેશ યંત્રની પૂજા કરવાથી જીવનમાં આવતી તમામ અડચણો દૂર થાય છે અને સાધકને દરેક કાર્યમાં સફળતા મળે છે.

ગણેશ રુદ્રાક્ષ

ગણપતિના આશીર્વાદ મેળવવા માટે રુદ્રાક્ષ પણ એક ઉત્તમ ઉપાય છે. આ માટે ગણેશ રુદ્રાક્ષની પૂજા કરી અને તેને ધારણ કરવું જોઈએ. ગણેશ રુદ્રાક્ષ વિદ્યાર્થીઓની પ્રગતિ માટે ખૂબ જ શુભ સાબિત થાય છે. વિદ્યાર્થીઓએ તેમના ગળામાં આ રૂદ્રાક્ષ પહેરવો જોઈએ.

શ્વેતાર્ક ગણપતિ

શ્વેતાર્ક છોડના મૂળમાંથી બનેલી ગણપતિની મૂર્તિ ખૂબ જ શુભ ગણાય છે. ઘરમાં શ્વેતાર્ક ગણપતિની સ્થાપના અને તેની વિધિવત પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. શ્વેતાર્ક ગણપતિની પૂજા કરનાર સાધકની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ganesh Chaturthi 2021 : બુધવારની ગણેશ પૂજા જીવનના સઘળા કષ્ટને કરશે નષ્ટ ! જાણો વક્રતુંડને પ્રસન્ન કરવાના સરળ ઉપાય

આ પણ વાંચો : Vastu Tips: આપના ઘરમાં રહેલી નકારાત્મકતાને કઈ રીતે જાણશો ? આ રહ્યા 4 સંકેત, જાણો તેનાથી બચવાના ઉપાય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">