Rules for Worship : તમે પૂજામાં નથી કરી રહ્યાને આ મોટી ભૂલો ? જાણો ભગવાનની પૂજાના નિયમ

સનાતન પરંપરામાં દેવી-દેવતાની પૂજા કરવાનો સમય, સ્થળ અને પદ્ધતિ પણ નક્કી કરવામાં આવી છે. જો તમે નિયમ અનુસાર તમારા દેવી -દેવતાઓની પૂજા કરો છો, તો ચોક્કસ તમારી પૂજા સફળ થશે.

Rules for Worship : તમે પૂજામાં નથી કરી રહ્યાને આ મોટી ભૂલો ? જાણો ભગવાનની પૂજાના નિયમ
ભગવાનની પૂજાના નિયમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 2:03 PM

ભગવાનની ભક્તિ (Bhakti) કરવાથી મન હંમેશા પ્રસન્ન રહે છે. સનાતન પરંપરામાં દેવી-દેવતાની પૂજા કરવાનો સમય, સ્થળ અને પદ્ધતિ પણ નક્કી કરવામાં આવી છે. જો તમે નિયમ અનુસાર તમારા દેવી -દેવતાઓની પૂજા કરો છો, તો ચોક્કસ તમારી પૂજા સફળ થશે. ચાલો જાણીએ કે ભગવાનની પૂજા (Puja) કરતી વખતે આપણે કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

1. સૌ પ્રથમ તો આપણે તન અને મનથી પવિત્ર થઈ ભગવાનની પૂજા કરવી જોઈએ, એટલે કે સ્નાન કર્યા પછી, સ્વચ્છ કપડાં પહેરીને શાંત અને શુદ્ધ મનથી પૂજા માટે બેસવું જોઈએ. પૂજા કરતી વખતે ગુસ્સો ન કરવો જોઈએ.

2. હંમેશા ચોક્કસ સમયે અને ચોક્કસ જગ્યાએ ભગવાનની ઉપાસના કરવાનો પ્રયાસ કરો. ભગવાનની પૂજા માટે બ્રહ્મ મુહૂર્તનો સમય સૌથી શુભ માનવામાં આવે છે. જો આ શક્ય ન હોય તો તમે તમારા પોતાના મુજબ એક નિશ્ચિત સમય નક્કી કરી શકો છો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

3. પૂજા માટે બનાવેલ સ્થાન ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં હોવું જોઈએ. તેમજ પૂજા સમયે આપણો ચહેરો હંમેશા ઈશાન, પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો જોઈએ. ક્યારેય તમારી પીઠ કે પગ દેવતા તરફ રાખી ન બેસો. ધ્યાનમાં રાખો કે પૂજા સ્થાન ઘરની સીડી અથવા શૌચાલયની નીચે ક્યારેય ન બનાવવું જોઈએ.

4. ઓછામાં ઓછા દેવી-દેવતાઓની પૂજા સ્થળ પર સ્થાપના કરવી જોઈએ અને દરરોજ તેની સફાઈ કરવી જોઈએ.

ભૂલથી પણ આ કામ ન કરો

1. ભગવાન શિવ, ગણેશ અને ભૈરવની મૂર્તિઓને તુલસી અર્પણ ન કરવા જોઈએ.

2. દુર્વા કે જે ગણપતિને પ્રસન્ન કરે છે, તે દેવી ભગવતીની પૂજામાં ઉપયોગ ન કરવો જોઇએ.

3. પવિત્ર ગંગાજળને પ્લાસ્ટિક, લોખંડ અથવા એલ્યુમિનિયમના પાત્રમાં ક્યારેય ન રાખવું જોઈએ. ગંગાજળને રાખવા માટે તાંબાના વાસણને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

4. ભગવાન સૂર્યદેવને શંખથી ક્યારેય અર્ઘ્ય ન આપવું જોઈએ.

5. તુલસી, જેને વિષ્ણુપ્રિયા તરીકે ઓળખવામાં આવે છે, તેને સ્નાન કર્યા વિના ક્યારેય સ્પર્શ કરવો જોઈએ નહીં અથવા તેના પાંદડા  તોડવા જોઈએ નહીં.

6. પૂજામાં ક્યારેય દીવાથી દીવો પ્રગટાવવો જોઈએ નહીં.

7. પૂજા ઘરમાં ક્યારેય તૂટેલી, ફાટેલી કે મૃત લોકોની તસવીર ન રાખો.

8. પૂજાના ઘરમાં પૈસા વગેરે છુપાવવા ન જોઈએ.

આ પણ વાંચો : Bhakti: શું ભગવાન પાસે કંઇ માંગવું જોઈએ? માંગેલી વસ્તુ ભગવાન આપે ખરાં ?

આ પણ વાંચો : 16 SANSKAR: શા માટે બાળકોની ઉતારવામાં આવે છે બાબરી ? જાણો શાસ્ત્રોમાં વર્ણિત મુંડન સંસ્કારના લાભ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">