આજે કાલાષ્ટમીના (Kalashtami) દિવસે ભગવાન શિવના (Lord Shiv) પાંચમા અવતાર કાલભૈરવની પૂજા કરવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ દર મહિને કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે કાલાષ્ટમીનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસને ભૈરવાષ્ટમી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ભગવાન શિવના રૌદ્ર અવતાર કાલભૈરવની પૂજા કરવામાં આવે છે. તેઓ કાશીના કોતવાલ તરીકે પણ ઓળખાય છે.
ભક્તો ભગવાનના કાલભૈરવના સૌમ્ય સ્વરૂપ બટુક ભૈરવની પૂજા કરે છે. આ દિવસે પૂજા કરવાથી ભય, નકારાત્મક શક્તિઓ અને શત્રુઓથી મુક્તિ મળે છે. ચાલો આપણે જાણીએ કાલાષ્ટમીના વ્રત માટે શુભ સમય અને પૂજા વિધિ.
કાલાષ્ટમીનું શુભ મૂર્હત
કાલાષ્ટમીની અષ્ટમી તિથિ પ્રારંભ : બપોરે 02:01 વાગ્યે
કાલાષ્ટમી સમાપ્ત : 2 જુલાઈ, 2021 ના રોજ, બપોરે 03:28 મિનિટ
કાલાષ્ટમીનું મહત્વ
ભગવાન કાલભૈરવની પૂજા કાલાષ્ટમીના દિવસે થાય છે. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને ભય, ગ્રહ દોષ અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થાય છે.
કાલાષ્ટમી પૂજા કેવી રીતે કરવી
કાલાષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને વ્રત રાખો. ત્યારબાદ પૂજા સ્થળને સાફ કરો અને ભગવાનની મૂર્તિ સ્થાપિત કરો અને દીવો પ્રગટાવો. આ દિવસે ભગવાન કાલભૈરવની સાથે ભગવાન શિવની પૂજા કરો. આ દિવસે શ્રદ્ધાળુઓ વ્રત રાખે છે અને રાત્રે ભગવાન કાલભૈરવની પૂજા કરે છે. ભગવાનને ધૂપ, કાળા તલ, અડદ અને સરસવનું તેલ ચઢાવો. આ સિવાય હલવો, મીઠી પુરી અને જલેબી વગેરેનો ભોગ ધરાવો. ત્યારબાદ કાલ ભૈરવ ચાલીસાના પાઠ કરો અને પૂજા બાદ આરતી કરો.
કાલાષ્ટમીના ઉપાય
કાલભૈરવનો અર્થ એ છે કે તેનાથી કાળ પણ ડરે છે, તેથી ત્રિશૂલ, તલવાર અને હાથમાં લાકડી હોવાને કારણે તેને દંડપાણિ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભૈરવ શબ્દમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિ છે. કાલિકા પુરાણ મુજબ, કાલભૈરવ શ્વાન પર સવારી કરે છે. તેથી કાળા કૂતરાને આ દિવસે મીઠી રોટલી ખવડાવવાથી ફાયદો થાય છે. તે તમારી આસપાસની નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. આ સાથે તે આર્થિક અવરોધોથી પણ છૂટકારો મળે છે.