કોરોનાને લઈને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડનો મહત્વનો નિર્ણય, જાણો તીર્થ યાત્રાને લઈને શું નિર્ણય લેવાયો

દેશભરમાં વધતા જતાં કોરોનાના આંકડાઓને લઈને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડે (Shri AMARNATHJI SHRINE BOARD SASB) એક મહત્વનો નિર્ણય લીધો છે. SASBએ ગુરુવારે નિર્ણય કર્યો કે અસ્થાયી રૂપે યાત્રાના રજિસ્ટ્રેશનને નીલંબિત કરવામાં આવ્યા છે.

  • Tv9 webdesk41
  • Published On - 19:33 PM, 22 Apr 2021
કોરોનાને લઈને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડનો મહત્વનો નિર્ણય, જાણો તીર્થ યાત્રાને લઈને શું નિર્ણય લેવાયો
Amarnathi yatra - File Photo

દેશભરમાં વધતા જતાં કોરોનાના આંકડાઓને લઈને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડે (Shri AMARNATHJI SHRINE BOARD SASB) એક મહત્વનો નિર્ણય લીધો છે. SASBએ ગુરુવારે નિર્ણય કર્યો કે અસ્થાયી રૂપે યાત્રાના રજિસ્ટ્રેશનને નીલંબિત કરવામાં આવ્યા છે. એટ્લે યાત્રાળુઓને હવે અમરનાથની યાત્રા કરવા કોરોના સ્થિતિ હળવી થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. આ નિર્ણય SASBએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરીને માહિત આપી હતી. વધુમાં જણાવ્યુ હતું સ્થિતિ હળવી થતાં જ તેને ખોલી દેવામાં આવશે.

 

 

 

અમરનાથ તીર્થ યાત્રા (Shri Amarnath ji Yatra) છેલ્લા વર્ષોના કોરોના મહામારીના કારણોસર નીલંબિત કરાઈ હતી, તે આ વર્ષે 28 જૂનના પ્રારંભ થવાની છે. યાત્રાળુઓની નોંધણી 1 એપ્રિલથી શરૂ થઈ હતી. છેલ્લા વર્ષના કોરોના વાઈરસ મહામારીમાં માત્ર સાધુઓએ તેની મુલાકાત લીધી હતી. તે વર્ષ 2019માં જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 દૂર થયાના ત્રણ દિવસ પહેલા 2 ઓગસ્ટના આતંકવાદને ધ્યાનમાં રાખીને સુરક્ષા હેતુથી વચ્ચે જ રોકવામાં આવી હતી.

 

પાછલા મહિનાની શરૂઆતમાં જ આયોજિત એક બેઠકમાં અધિકારીઓએ કહ્યું હતું કે કોવિડ-19 પ્રોટોકોલ લાગુ છે અને સરકાર દ્વારા જારી માનક સંચાલન પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવશે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) નીતિશવાર કુમારે કહ્યું કે બંને માર્ગો માટે રજીસ્ટ્રેશન દેશમાં 446 નિર્ધારિત બેન્ક શાખાઓના માધ્યમોથી 1 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જેમાં પંજાબ નેશનલ બેન્ક (316), જમ્મુ કશ્મીર બેન્ક(40)ની શાખાઓ શામેલ કવામાં આવી છે. વર્ષ 2019માં 3.42 લાખથી પણ વધુ યાત્રાળુઓએ અમરનાથ ગુફામાં હિમલિંગના દર્શન કર્યા હતા.

 

આ પણ વાંચો: રાજસ્થાનના નાગોર જિલ્લાના નિંબડી ચાંદાવતાં ગામમાં રહેનાર હનુમાન પ્રજાપત નામના વ્યક્તિએ સમાજમાં એક નવી મિસાલ ઉભી કરી છે. દીકરીના જન્મની સાથે જ પિતાએ….