લગ્ન જીવનને સુખી અને સમૃદ્ધ રાખવા માટે લગ્નની તિથિ નક્કી કરતા પહેલા આ 5 નિયમો યાદ રાખો

લગ્ન પહેલા કુંડળી મેળવવા વિશે આપણે બધા જાણીએ છીએ, પરંતુ લગ્નની તિથિ વિશે આપણે જાણતા નથી. જ્યોતિષશાસ્ત્રમાં લગ્નની તિથિ અંગે પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે.

લગ્ન જીવનને સુખી અને સમૃદ્ધ રાખવા માટે લગ્નની તિથિ નક્કી કરતા પહેલા આ 5 નિયમો યાદ રાખો
Happy Married Life
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Oct 01, 2021 | 5:56 PM

જ્યોતિષશાસ્ત્રમાં કુંડળી મેળવવાનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. મોટાભાગના લોકો આ વાત જાણે છે અને તેના વિશે જાગૃત પણ છે. લગ્નની બાબતને આગળ ધપાવતા પહેલા ઘણીવાર લોકો જન્માક્ષર મેળવે છે. પરંતુ શું તમે જાણો છો કે લગ્નની તિથિ નક્કી કરવા માટે પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.

સુખી દામ્પત્ય જીવન માટે જન્માક્ષર મેળવવા જરૂરી છે, એટલું જ મહત્વ શુભ તિથિ છે. સામાન્ય રીતે લોકો પંડિતજી પાસેથી લગ્નની કેટલીક તિથિ મેળવે છે અને તેમાંથી એક નક્કી કરે છે, પરંતુ લગ્નની તિથિ નક્કી કરતા પહેલા કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે તેમના વિશે પરિચિત છો, તો લગ્ન જીવન વધુ સારું રહેશે.

માતાપિતાના લગ્નનો મહિનો પસંદ કરશો નહીં

જો તમારા માતા-પિતાના લગ્નની તિથિ અને તમારી તિથિ સમાન આવે, તો આપણે ખૂબ ખુશ થઈએ. પરંતુ વાસ્તવમાં આપણે એ મહિનામાં લગ્ન ન કરવા જોઈએ, જેમાં માતા-પિતાના લગ્ન થયા હતા. ઘણી વખત લોકોને તેની જાણકારી હોતી નથી.

મોટા સંતાનના લગ્ન જ્યેષ્ઠ મહિનામાં નહીં

પ્રથમ અને મોટા સંતાનના લગ્ન ક્યારેય જ્યેષ્ઠ મહિનામાં ન કરવા જોઈએ. અંગ્રેજી કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ મહિનો મે અને જૂન વચ્ચે આવે છે. જ્યેષ્ઠ મહિનામાં પ્રથમ સંતાનના લગ્ન શુભ માનવામાં આવતું નથી. તેથી, તિથિ નક્કી કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો.

આ નક્ષત્રોમાં લગ્ન ન કરો

પૂર્વા, ફાલ્ગુની અને પુષ્ય નક્ષત્ર લગ્ન માટે સારા માનવામાં આવતા નથી. તેથી જ્યારે તમને લગ્નની તિથિ મળી રહી હોય, તો એકવાર પંડિતજી સાથે ખાતરી કરો કે આ સમયગાળા દરમિયાન ઉપર મૂજબના કોઈ નક્ષત્ર નથી. તે સ્પષ્ટ થયા પછી જ તિથિ નક્કી કરો.

તારા અસ્ત હોય ત્યારે લગ્ન ન કરો

જો બૃહસ્પતિ અને શુક્ર ગોચરમાં હોય અને તારા અસ્ત હોય તો તે સમય લગ્ન માટે યોગ્ય નથી. આ સિવાય ચાતુર્માસનો સમય પણ લગ્ન માટે શુભ માનવામાં આવતો નથી. તેથી, આ તિથિએ પણ લગ્ન ટાળવા જોઈએ.

ગ્રહણ અને લગ્નની તિથિ

સૂર્ય કે ચંદ્રગ્રહણ હોય તે દિવસના ત્રણ દિવસ પહેલા અને ત્રણ દિવસ બાદ સુધીની તિથિ ન રાખવી જોઈએ. આ સમય દરમિયાન લગ્નનું કાર્ય શુભ માનવામાં આવતું નથી.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: માત્ર એક મંત્રના જાપથી પિતૃને થશે મોક્ષની પ્રાપ્તિ ! જાણો પિતૃ મોક્ષ મંત્ર

આ પણ વાંચો: Pitru paksha 2021: શ્રાદ્ધ પર કરવામાં આવેલું દાન દૂર કરશે આપના ઘરનો કલેશ ! જાણો કઈ વસ્તુઓના દાન થી મળશે પિતૃઓના આશિષ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati