Bhakti : જો આજે કરશો આ ઉપાય તો અચૂક પ્રસન્ન થશે શનિદેવ !

જો આજના દિવસે કરવામાં આવે આ ઉપાય તો શનિદેવ પનોતી કે સાડાસાતીમાંથી મુક્તિ અપાવે છે. અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. પીપળાના ઝાડના પૂજનથી પ્રાપ્ત થશે શનિદેવની પ્રસન્નતા !

Bhakti : જો આજે કરશો આ ઉપાય તો અચૂક પ્રસન્ન થશે શનિદેવ  !
શનિદેવ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 04, 2021 | 6:16 AM

શનિવાર એટલે તો શનિદેવની(shani dev) કૃપાને પ્રાપ્ત કરવાનો અવસર. પનોતી કે સાડાસાતીમાંથી મુક્તિ અપાવશે આજનો દિવસ. સામાન્ય રીતે લોકો શનિદેવથી ડરે છે. કહે છે કે જો શનિદેવ ક્રોધિત થયા તો વ્યક્તિ પર આફત આવી પડે છે. પણ આજે અમે તમને જણાવીશું કે શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો.

આપ જાણતા હશો કે પનોતી માંથી મુક્તિ મેળવવા કે શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવા શનિદેવ અથવા અમાસનો દિવસ ઉત્તમ મનાય છે. અને એમાં પણ આ વખતે તો અમાસ અને શનિવારનો સંયોગ પણ છે. ત્યારે આવો જાણીએ આ અમાસે એટલેકે શનિ અમાવસ્યાએ કરવાના ખાસ લૌકિક ઉપાય.

1. પીપળાના ઝાડના પૂજનથી પ્રાપ્ત થશે શનિદેવની કૃપા. કહે છે કે શનિવાર કે અમાસના દિવસે શનિદેવના મંત્રના જાપ સાથે પરિક્રમા કરવી જોઈએ.  “ૐ શનૈશ્ચરાય નમ: “ આ મંત્રનો જાપ કરવો અને વૃક્ષ નીચે પશ્ચિમ દિશામાં એક તેલનો દિવો પ્રગટાવવો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

2. શનિવારે આવતી અમાસ પર આપ કાળી ગાયનું પૂજન કરી શકો છો. ગાયનું પૂજન કરી ગાયને 8 બુંદિના લાડુ અર્પણ કરી તેની પરિક્રમાનું વર્ણન છે.

3. આજના દિવસે આપ કોઇ કાળા શ્વાનને પણ ભોજન કરાવી શકો છો.

4. આજે દાનનું પણ મહત્વ છે. કહેવાય છે કે આજના દિવસે તલ અને સરસવના તેલનું દાન કરવાનું મહત્વ છે. જો શક્ય હોય તો આપ કપડાનું  પણ દાન કરી શકો છો. 5. કહે છે કે હનુમાનજીના ભક્તો પર શનિદેવ ક્યારેય કોપાયમાન નથી થતાં. એટલે શક્ય હોય તો આજે હનુમાનજીનું સ્મરણ કરવું જોઈએ. 6. આજે સુંદરકાંડના પાઠ અથવા હનુમાનચાલીસાના પાઠ કરવા જોઈએ. 7. જો ઉપર જણાવેલ કોઈપણ ઉપાય આપ ન કરી શકો તો એક વાત પર તો ચોક્કસ ખ્યાલ રાખવો. આજના દિવસે માતા પિતાનું અપમાન બિલકુલ ન કરવું. આજના દિવસે કોઈ પ્રાણીની પજવણી પણ કરવી નહીં. 8. શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. એટલે ખાસ ખ્યાલ રાખવો કે આજે કોઈની સાથે અન્યાય ન કરવો. કોઈનું અપમાન પણ ન કરવું. લૌકિક માન્યતા છે કે જો આજના દિવસે આ ઉપાય કરવામાં આવે તો શનિદેવ પનોતી કે સાડાસાતીમાંથી મુક્તિ અપાવે છે. અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આ પણ વાંચોઃ જાણો ગ્રહણ દરમિયાન ખાવા-પીવામાં કેમ નાખવામાં આવે છે તુલસીના પાન !

આ પણ વાંચોઃ સૂર્યગ્રહણ દરમિયાન આ મંત્રોના જાપ કરવાથી રાહુ-કેતુની અશુભ દ્રષ્ટિની અસર થશે દૂર

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">