Guru Purnima 2021: ગુરુ પુર્ણિમાના દિવસે કરો આ ઉપાય, ખૂલી જશે આપની કિસ્મતના દ્વાર

ગુરુપૂર્ણિમાના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી તમને ઘણા ક્ષેત્રોમાં લાભ મળી શકે છે. તો ચાલો જાણીએ આ ઉપાયોને.

Guru Purnima 2021: ગુરુ પુર્ણિમાના દિવસે કરો આ ઉપાય, ખૂલી જશે આપની કિસ્મતના દ્વાર
Guru purnima 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 2:00 PM

Guru Purnima 2021: આ વર્ષે 24 જુલાઈએ ગુરુ પૂર્ણિમા તહેવાર આવી રહ્યો છે. હિન્દુ કેલેન્ડર મુજબ ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. ભારતમાં, આ દિવસ ખૂબ જ આદરથી ઉજવવામાં આવે છે.

ધાર્મિક શાસ્ત્રોમાં પણ ગુરુનું મહત્વ કહેવામાં આવ્યું છે. ગુરુને ભગવાન કરતા શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે.

ગુરુ વિના જ્ઞાનની કલ્પના પણ કરી શકાતી નથી. ગુરુની કૃપાથી બધુ શક્ય બને છે. ગુરુ કોઈ પણ પ્રતિકૂળ સંજોગોમાંથી વ્યક્તિને ઉગારી શકે છે. મહાકાવ્ય મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વેપાયન વ્યાસની જન્મજયંતિ તરીકે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વેદ વ્યાસ સંસ્કૃતના મહાન વિદ્વાન હતા. બધા 18 પુરાણોના રચીયતા પણ મહર્ષિ વેદ વ્યાસને માનવામાં આવે છે. વેદોના વિભાજનનું શ્રેય મહર્ષિ વેદ વ્યાસને પણ આપવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી તમને ઘણા ક્ષેત્રોમાં લાભ મળી શકે છે. તો ચાલો જાણીએ આ ઉપાયોને.

આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. આ પછી, સ્વચ્છ સફેદ અથવા પીળા કપડાં પહેરો. ગુરુની મૂર્તિ અથવા તેના ફોટોની પૂજા કરો. તેમને ગુરુ દક્ષીણા તરીકે પીળા વસ્ત્રો ચડાવો. આપના ગુરુને હમેશા પ્રાર્થના કરો કે અજ્ઞાનતા અને અહંકારથી દૂર કરે.

જે લોકોને ભાગ્યોદય નથી થતો અને જેની આર્થિક સ્થિતિ નથી સુધરી રહી તેવા જાતકોએ જરૂરિયાતમંદ લોકોને પીળું અનાજ દાન કરવું જોઈએ અને પીળી મીઠાઇ પ્રસાદના રૂપમાં વહેચવી જોઈએ, આમ કરવાથી આપનું ભાગ્ય ચમકી જશે.

જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓ દેખાઈ રહી છે, તેવા વિદ્યાર્થીઓએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગીતાનો પાઠ કરવો જોઈએ અને ગૌ માતાની સેવા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી અભ્યાસમાં પડતી બાધાઓ દૂર થાય છે.

જે જાતકોને વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે અથવા તો જેને લગ્ન થવામાં વિધ્ન આવી રહ્યા છે તેવા જાતકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ યંત્રને સ્થાપિત કરીને તેની વિધિવત પૂજા કરવી જોઈએ. આ ઉપાય આપણે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રદાન કરશે અને વૈવાહિક જીવનથી જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન પણ કરશે.

આ પણ વાંચો: JUNAGADH : પ્રતિકુળ હવામાનને કારણે ગીરનાર રોપવે ત્રીજા દિવસે પણ બંધ, પર્યટકોમાં નિરાશા

આ પણ વાંચો: Dang: જીલ્લામાં મેધ મહેરથી અંબિકા, પુર્ણા, ખાપરી નદી બે કાંઠે, વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તંત્રની અપીલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">