દિવાળી પર ગણેશજી અને લક્ષ્મીજીની પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખો આ મહત્વપૂર્ણ નિયમો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Dhinal Chavda

Updated on: Oct 13, 2022 | 12:24 PM

ધનની દેવી દેવી લક્ષ્મીના (Laxmi) સ્વાગત માટે કરવામાં આવતી સજાવટ અને સ્વચ્છતાની સાથે તમારે તેમની પૂજા સાથે જોડાયેલા નિયમો પર ધ્યાન આપવું જોઈએ. ચાલો જાણીએ પૂજાના ખાસ નિયમો.

દિવાળી પર ગણેશજી અને લક્ષ્મીજીની પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખો આ મહત્વપૂર્ણ નિયમો
Diwali Puja

દરેક વ્યક્તિ દિવાળીના (Diwali) તહેવારની રાહ જુએ છે. સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા માટે લોકો ઘરની સાફ-સફાઈ અને પૂજાની તૈયારીઓ કરવા લાગે છે, પરંતુ ધનની દેવી દેવી લક્ષ્મીના (Laxmi) સ્વાગત માટે કરવામાં આવતી સજાવટ અને સ્વચ્છતાની સાથે તમારે તેમની પૂજા સાથે જોડાયેલા નિયમો પર ધ્યાન આપવું જોઈએ. ચાલો જાણીએ પૂજાના ખાસ નિયમો જે દિવાળી મહાપર્વ પર ગણેશજી અને લક્ષ્મીજીની સાધના સફળ બનાવે છે.

1. દિવાળી પર ધનના દેવતા કુબેર, દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરતા પહેલા દિવસ દરમિયાન તમારે તમારા આખા ઘરને સાફ કરવું જોઈએ. જ્યારે તમે દીપાવલીની પૂજા કરવા બેસો ત્યારે ઘરમાં કચરો કે રસોડામાં તમારા ગંદા વાસણો વગેરે ન હોવા જોઈએ.

2. ઘરમાં પૂજા કરવા માટે ગણેશ-લક્ષ્મીની મોટી મૂર્તિઓનો ઉપયોગ ન કરો. હંમેશા ગણેશ-લક્ષ્મી વગેરે દેવી-દેવતાઓની નાની મૂર્તિઓનો ઉપયોગ કરો.

3. સાંજ પહેલા મા લક્ષ્મીના સ્વાગત માટે તમારા ઘરની બહાર રંગોળી બનાવો. રંગોળી માટે કૃત્રિમ રંગોને બદલે તમે હળદર, લોટ અને ફૂલોનો ઉપયોગ કરી શકો છો. સાથે જ તમારા ઘરના મુખ્ય દરવાજાને ફૂલોથી સજાવો.

4. ઘરના દરવાજા પર દેવી લક્ષ્મીનું પ્રતિક અથવા સ્ટીકર લગાવો ત્યારે તે બહારથી અંદર પ્રવેશ કરતા હોય તે રીતે હોવુ જોઈએ.

5. દિવાળીના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સ્વસ્તિકનું શુભ ચિન્હ બનાવો.

6. દિવાળીની રાત્રે ગણેશ-લક્ષ્મી અને કુબેર દેવતાઓની સાથે તમારા ઘરમાં પહેલાથી જ રાખેલા દેવી-દેવતાઓની પૂજા કરવાનું ભૂલશો નહીં.

7. દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રી યંત્રની પૂજા કરવી જોઈએ અને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ.

8. દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી ઘરના તમામ રૂમમાં શંખનાદ ​​અને ઘંટનાદ કરવો જોઈએ.

9. દીપાવલીની રાત્રે બધા દેવી-દેવતાઓ માટે દીવો પ્રગટાવો અને દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની વિશેષ પૂજા કરો.

10. દીપાવલીની રાત્રે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે

ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नम: ની ઓછામાં ઓછી એક માળાનો જાપ કરવો જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati