શું તમે ગુરુવારે મૂંગા પશુ-પક્ષીઓને ભોજન કરાવ્યું ? આ ઉપાય પ્રાપ્ત કરાવશે આપને શ્રીવિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા !

જે ભક્ત ભગવાન વિષ્ણુની (Lord vishnu) પૂજા કરે છે, તેના ઘરમાં પૈસાની ખોટ નથી રહેતી. કારણ કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરતા જ દેવી લક્ષ્મી પણ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. જો તમે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી મૂંગા પશુ પક્ષીને ભોજન કરાવશો તો તેનાથી ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થશે અને તેમની પ્રસન્નતાના કારણે માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે.

શું તમે ગુરુવારે મૂંગા પશુ-પક્ષીઓને ભોજન કરાવ્યું ? આ ઉપાય પ્રાપ્ત કરાવશે આપને શ્રીવિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા !
Lakshminarayan (symbolic image)
TV9 Bhakti

| Edited By: Pinak Shukla

Jun 16, 2022 | 8:26 AM

માન્યતા અનુસાર તો જે ભક્ત ભગવાન વિષ્ણુની (Lord vishnu) પૂજા (Worship)કરે છે, તેના ઘરમાં (Home) પૈસાની ખોટ નથી રહેતી. કારણ કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરતા જ દેવી લક્ષ્મી પણ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન વિષ્ણુને (VISHNU) પ્રસન્ન કરવા મુશ્કેલ નથી. કહે છે કે શ્રીહરિ વિષ્ણુ તો ભક્તના શુદ્ધ ભાવ માત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે. એમાં પણ ગુરુવારના રોજ કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને વ્યક્તિ શ્રીવિષ્ણુની વિશેષ કૃપાને પ્રાપ્ત કરી શકે છે.

ગુરુવારનો દિવસ એ ભગવાન વિષ્ણુનો દિવસ માનવામા આવે છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રનું દાન કરવાથી શ્રીહરિ એટલે કે વિષ્ણુ ભગવાનના આશિષ પ્રાપ્ત થશે. તો, આ દિવસે કેળનું પૂજન કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો તમે ગુરુવાર તેમજ નિત્ય ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવામાં કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખશો તો આપની ઉપર નારાયણ ભગવાનની કૃપા દૃષ્ટિ હંમેશ માટે બની રહેશે. આ સાથે જ આપના ઘરમાં હંમેશા ધનની વર્ષા થશે. તો આવો, આજે આપને જણાવીએ કેટલાંક એવાં જ ઉપાય.

વિષ્ણુકૃપા પ્રાપ્તિ અર્થે 

પીળા વસ્ત્ર ધારણ કરવા પીળા વસ્ત્ર અને લાલ વસ્ત્ર પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ, ભગવાન વિષ્ણુને પીળો રંગ વધુ પ્રિય છે. જો તમે ભગવાન વિષ્ણુની પૂજા કરતાં સમયે પીળા વસ્ત્ર પહેરીને માથે હળદરનું તિલક લગાવશો તો તમારા પરિવાર પર ભગવાનની વિશેષ કૃપા રહેશે.

આર્થિક સમસ્યામાંથી મુક્તિ અર્થે

વિષ્ણુ પૂજન સવારે વહેલા ઊઠી, નિત્યક્રમ પૂર્ણ કરી ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો. ભગવાનનું આહ્વાન કરી તેમની પૂજાવિધિ કરો. ગુરુવારને ધનનો કારક માનવામાં આવે છે. એટલે ગુરુવારે તો વિશેષ તેમની પૂજા કરો. વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવાથી ધનની તંગી ક્યારેય નહીં વર્તાય.

પીળા રંગની વસ્તુનું દાન

પીળા રંગની વસ્તુનું દાન કરો પૂજા કર્યા પછી દાન કરવું ખુબ જ શુભ માનવામા આવે છે. એવી માન્યતા છે કે પૂજા કર્યા પછી દાન કરવાના કારણે તમારી પૂજા સફળ થાય છે. ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી જો તમે પીળા રંગની વસ્તુઓનું દાન કરશો તો ભગવાન વિષ્ણુ બહુ જ પ્રસન્ન થાય છે અને તેમની પ્રસન્નતાના કારણે આપના ઘરમાં સુખ સંપત્તિનો વરસાદ થશે.

માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ અર્થે

પ્રાણીઓને ભોજન કરાવવું ભગવાન વિષ્ણુને પશુ પક્ષી બહુ જ પ્રિય છે. જો તમે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી મૂંગા પશુ પક્ષીને ભોજન કરાવશો તો તેનાથી ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થશે. અને તેમની પ્રસન્નતાના કારણે માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે.

કેળાના વૃક્ષની સેવા

કેળના વૃક્ષની પૂજા કરવી જો તમે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી કેળના ઝાડની સામે ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરશો તો ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા આપની ઉપર રહેશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati