Benefits of tilak: તિલક લગાવવાનું છે અનેરું મહત્વ, ચમકશે નસીબ અને ખુલી જશે ભાગ્ય

સનાતન ધર્મની પરંપરામાં ઈચ્છાઓ પૂરી કરવા માટે દુઃખને દૂર કરવા દેવી -દેવતાઓ સાથે સંકળાયેલ તિલક (tilak) લગાવવાની પરંપરા રહી છે. જો તમે ઈચ્છતા હોય કે તમારા જીવનમાં બધું ઠીક રહે તો અલગ-અલગ દિવસે આ રીતે લગાવો તિલક

Benefits of tilak: તિલક લગાવવાનું છે અનેરું મહત્વ, ચમકશે નસીબ અને ખુલી જશે ભાગ્ય
Tilak
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 9:38 AM

Benefits of tilak:  ભારતીય સંસ્કૃતિના મુખ્ય પ્રતીકોમાં તિલકનું (tilak) આગવું સ્થાન છે. પ્રાચીન કાળમાં જ્યારે લોકો યુદ્ધ માટે જતા હતા, ત્યારે તેમના માટે તિલકથી અભિષેક કરવામાં આવતો હતો. અત્યારે પણ, આપણે બધા શુભ પ્રસંગો અને પૂજાઓ દરમિયાન આ પવિત્ર તિલક આપણા કપાળ પર લગાવીએ છીએ. અહીં તે તિલકને ટીકા, બિંદી વગેરેના નામથી ઓળખે છે.

સનાતન પરંપરામાં કપાળ પર તિલક લગાવ્યા વગર કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવે છે. મૂળભૂત રીતે તિલક ત્રણ પ્રકારના હોય છે. એક રેખા કૃતિ તિલક, બે રેખા કૃતિ તિલક અને ત્રિરેખા તિલક. આ ત્રણેય પ્રકારના તિલક માટે ચંદન, કેસર, ગોરોચન અને કસ્તુરીનો ઉપયોગ થાય છે.જેમાં કસ્તુરી તિલક સૌથી મહત્વનું છે.

દિવસના હિસાબથી લગાવો તિલક દરેક દિવસ નિશ્ચિત દેવતા અને ગ્રહ માટે હોય છે. આ સ્થિતિમાં ચોક્કસ દેવતાના આશીર્વાદ મેળવવા માટે દિવસ મુજબ તિલક લગાવી શકાય છે. જેમ સોમવાર ભગવાન શિવ અને ચંદ્રદેવને સમર્પિત છે. આ દિવસે સફેદ ચંદનનું તિલક લગાવવું જોઈએ. મંગળવાર ભગવાન હનુમાન અને મંગળ ગ્રહને સમર્પિત છે, તેથી આ દિવસે લાલ ચંદન અથવા ચમેલીના તેલમાં સિંદૂરનું તિલક લગાવો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બુધવારે સૂકા સિંદૂરનું તિલક લગાવીને ગણપતિના આશીર્વાદ મેળવવા જોઈએ. ગુરુવાર દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને સમર્પિત હોવાથી આ દિવસે કપાળ પર પીળા ચંદન અથવા હળદરનું તિલક લગાવો. શુક્રવારે લાલ ચંદન અથવા સિંદૂરનું તિલક અને શનિવારે ભસ્મ લગાવો. રવિવાર દૃશ્યમાન દેવતા ભગવાન સૂર્યને સમર્પિત છે અને આ દિવસે શુભ અને શુભકામનાઓ માટે લાલ ચંદનનું તિલક લગાવો.

કપાળ પર તિલક લગાવવાના લાભ તિલક આપણા સમગ્ર શરીરનું સંચાલન કરવા માટેનું કેન્દ્રબિંદુ છે. એવું માનવામાં આવે છે કે માથા પર લગાવવામાં આવેલું તિલક મનની એકાગ્રતા વધારે છે અને મગજમાં ઉદ્ભવતા વિચારો સાથે સંકળાયેલ તણાવ દૂર કરે છે. તિલક લગાવવાથી વ્યક્તિના શરીરમાં આભા સર્જાય છે અને આ આભા વ્યક્તિત્વના વિકાસ તરફ દોરી જાય છે. ધીરે ધીરે આ ઓરા વ્યક્તિને પરમાનંદ તરફ લઈ જાય છે. દેશમાં વિવિધ પરંપરાઓ અને સંપ્રદાયો સાથે જોડાયેલા લોકો લાંઅલગ-અલગ તિલક લગાવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ જ વૈજ્ઞાનિક પ્રમાણ નહીં. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને અહી પ્રસ્તુત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Rashi Bhavisya : 2022માં આ 8 રાશિનાં લોકોએ સાચવવાની જરૂર, જુઓ તમારી રાશિ તો નથી ને ?

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 09 ઓગસ્ટ: અંગત અને પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">