દિવાળી પહેલા શનિદેવ થઇ રહ્યા છે માર્ગી, આ ત્રણ રાશિના લોકોને કરશે માલામાલ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Dhinal Chavda

Updated on: Oct 12, 2022 | 12:11 PM

Shani Margi 2022: ઓક્ટોબરમાં દિવાળી પહેલા, શનિદેવ વક્રી અવસ્થા માંથી માર્ગી થઇ રહ્યા છે, અઢી વર્ષ માટે રહેનારૂ આ ગોચર, ત્રણ રાશિના જાતકો માટે વિશેષ ફળદાયી રહેશે. અત્યારે શનિ પોતાની રાશિ મકર રાશિમાં વક્રી અવસ્થામાં છે.

દિવાળી પહેલા શનિદેવ થઇ રહ્યા છે માર્ગી, આ ત્રણ રાશિના લોકોને કરશે માલામાલ
Shani Dev

Shani Margi 2022: શનિ દેવ તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ છે. હાલમાં શનિ દેવ વક્રી છે. અને 23 ઓક્ટોબર દિવસે તે સંપૂર્ણ માર્ગી થઇ જશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર જ્યારે કોઇ ગ્રહ માર્ગી થાય છે તો, તેનાં પ્રભાવ તમામ રાશિનાં જાતકોનાં જીવન પર પડે છે. શનિ(Saturn)નાં માર્ગી થવાથી તમામ રાશિઓ પર શુભ અને અશુભ અસર પડશે. આ વર્ષે શનિ માર્ગી થઇ ‘અખંડ સામ્રાજ્ય રાજયોગ’ બનાવે છે. જે કેટલીક રાશિઓ માટે ફળદાયી છે પણ કેટલીક રાશિઓ માટે આ યોગમાં સાવધાન રહેવાની જરૂર છે.

શનિના માર્ગને કારણે આ રાશિના જાતકો ભાગ્યશાળી રહેશે

મેષ રાશિ

શનિદેવ માર્ગી થતા મેષ રાશિના લોકોને ઘણો ફાયદો થશે. આ લોકોને નોકરી અને બિઝનેસમાં મોટો ફાયદો થશે. તમને અચાનક ધનલાભની શક્યતા છે. નફામાં વધારો થશે. શેરબજાર, લોટરીમાં ફાયદો થઈ શકે છે. નોકરી શોધનારાઓને નવી નોકરીની ઓફર મળી શકે છે. તમને વર્તમાન નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. તમારા કામની પ્રશંસા થશે.

ધન રાશિ

માર્ગી શનિદેવ ધન રાશિના લોકોને કરિયર અને બિઝનેસમાં એવી સફળતા અપાવશે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ધન લાભ થશે. વાણીના આધારે કાર્ય સફળ થશે. વેપારમાં લાભ થશે. આર્થિક સ્થિતિમાં મોટો બદલાવ આવશે. વિપરિત રાજયોગ ભૌતિક સુખ લાવશે. રાજકારણમાં સક્રિય લોકોને મોટું પદ મળી શકે છે.

મીન રાશિ

શનિ માર્ગી થઈને પાવરફૂલ વિપરીત રાજયોગ બનાવશે જે મીન રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. તેનાથી મીન રાશિના લોકોની આવકમાં વધારો થશે. ધન લાભ થશે. આવકના નવા વિકલ્પો સર્જાશે. વેપારના સંદર્ભમાં સંબંધો વધુ સારા રહેશે. નવી ડિલ ફાઈનલ થશે. શેરબજારમાં તમને કમાણી થશે.આ રાશિના લોકોને શારીરિક અને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. લાંબા સમયથી પેન્ડિંગ કાર્ય પાર પડશે. વેપારમાં પણ લાભ થશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati