તમે તમારા સંતાનોની થાળીમાં 3 રોટલી એકસાથે નથી પીરસી રહ્યા ને ? આ કાર્ય મનાય છે અશુભ !

એક માન્યતા અનુસાર મૃત્યુ પામનાર વ્યક્તિના નામથી પીરસેલી થાળીમાં 3 રોટલી (Rotali) રાખવામાં આવે છે. જેના કારણે જીવિત વ્યક્તિની થાળીમાં 3 રોટલી રાખવી શુભ માનવામાં નથી આવતી !

તમે તમારા સંતાનોની થાળીમાં 3 રોટલી એકસાથે નથી પીરસી રહ્યા ને ? આ કાર્ય મનાય છે અશુભ !
Roti
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 02, 2023 | 6:41 AM

પહેલાના સમયમાં દાદી કે માતા જ્યારે જમવાનું પીરસતા હતા ત્યારે તે ક્યારેય થાળીમાં 3 રોટલી એકસાથે ન હતા પીરસતા ! આ સદીઓથી ચાલી આવતી પરંપરા છે અને આજે પણ ઘણી માતાઓ આ પ્રથાનું પાલન કરે છે. પણ, કેટલીક ગૃહિણીઓ જે આ વાતથી અજાણ છે તે પરિવારના તમામ સભ્યોની થાળીમાં તેમજ પોતાના જ બાળકોની થાળીમાં ત્રણ રોટલી એકસાથે પીરસી દે છે. પણ, એક માન્યતા અનુસાર આવું કરવું અશુભ મનાય છે ! આખરે, થાળીમાં એકસાથે 3 રોટલી શા માટે નથી પીરસાતી ? ચાલો, આજે તેની પાછળ છૂપાયેલા રહસ્યને જાણીએ.

તીન તીગડા કામ બીગડા !

થાળીમાં 3 રોટલી એકસાથે ન પીરસવા પાછળ અલગ અલગ મત જોવા મળે છે. તેની પાછળનું સાચું કારણ તો તેને અનુસરનારા લોકો પણ ભાગ્યે જ જાણતા હશે. પરંતુ, ઘણા પરિવારોમાં હંમેશા એવી માન્યતા જોવા મળે છે કે થાળીમાં એકસાથે 3 રોટલી ક્યારેય નહીં પીરસવી. એટલું જ નહીં, મમ્મી જો બાળકોને 3 રોટલી ખાતા જોઇ પણ લે છે તો તરત જ તેને ખખડાવી દે છે ! ન માત્ર રોટલી જ પરંતુ, પરાઠા, પૂરી કે પૂડલા પણ એકસાથે નથી પીરસવામાં આવતા. તેની સાથે કેટલીક માન્યાતઓ જોડાયેલી છે જેમ કે તીન તીગડા કામ બીગડા !

શું છે રહસ્ય ?

⦁ 3 ની સંખ્યા એ જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. ધાર્મિક કાર્યોમાં ત્રણની સંખ્યાને વધારે શુભ માનવામાં નથી આવતી. માન્યતા અનુસાર ત્રણની સંખ્યાને પૂજાપાઠમાં અને સામાન્ય જીવનમાં પણ દૂર રાખવામાં આવે છે. કહે છે કે તેની આપના જીવન પર ખરાબ અસર પડે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

⦁ એક માન્યતા અનુસાર મૃત્યુ પામનાર વ્યક્તિના નામથી પીરસેલી થાળીમાં 3 રોટલી રાખવામાં આવે છે. જેના કારણે જીવિત વ્યક્તિની થાળીમાં 3 રોટલી રાખવી શુભ માનવામાં નથી આવતી. એ જ કારણ છે કે, પરિવારમાં લોકો એક જ પ્લેટમાં ગમે તેટલી રોટલી, પૂરી કે પૂડલા પીરસે પણ તેની સંખ્યા 3 તો નથી જ રાખતા !

⦁ એક માન્યતા તો એવી પણ છે કે જમવામાં 3 રોટલી એકસાથે ક્યારેય ન ખાવી જોઇએ. કારણ કે, શરીરના વજનને યોગ્ય અને કંટ્રોલમાં રાખવા માટે 2 રોટલી જ પૂરતી છે. એક વાટકી દાળ, 50 ગ્રામ ભાત, 2 રોટલી અને 1 વાટકી શાક ખાવું આરોગ્ય માટે લાભદાયી છે.

⦁ રોટલી સિવાય પણ ભારતીય પરિવારોમાં બીજી પણ ઘણી ખાવાની વસ્તુઓ છે કે જેની સાથે કોઇને કોઇ માન્યતાઓ જોડાયેલી છે. આ દરેક ધાર્મિક માન્યતાઓનું વર્ષોથી અલગ અલગ કારણોને લીધે પાલન કરવામાં આવે છે. આવી પ્રથાઓ સદીઓથી બંધ આંખે મનાતી રહી છે. અલબત્, તેનો કોઈ જ વૈજ્ઞાનિક આધાર નથી.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">