શું તમે અનેકવિધ સમસ્યાઓથી છો પરેશાન ? વાસ્તુદોષ નિવારણથી જ મળશે સમસ્યાનું સમાધાન !

ઘર બનાવતી વખતે દિશાઓનું ધ્યાન ન રાખવામાં આવ્યું હોય તો વાસ્તુદોષ (vastudosh) હોવાની શક્યતા અનેકગણી વધી જાય છે. આ વાસ્તુદોષના લીધે આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. આ તમામ સમસ્યાઓથી મુક્તિ અર્થે વાસ્તુદોષ નિવારણના ઉપાયો કરવા ખૂબ જ જરૂરી છે.

શું તમે અનેકવિધ સમસ્યાઓથી છો પરેશાન ? વાસ્તુદોષ નિવારણથી જ મળશે સમસ્યાનું સમાધાન !
Vastu Tips
TV9 Bhakti

| Edited By: Bipin Prajapati

Jul 03, 2022 | 6:12 AM

જ્યોતિષશાસ્ત્રમાં વાસ્તુને બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર (vastushashtra)માં કહેવામાં આવે છે કે જો ગ્રહો અને દિશાઓ અનુસાર ઘરનું નિર્માણ ન કરવામાં આવ્યું હોય તો ઘરમાં વાસ્તુદોષ(vastudosh) લાગે છે. અને તે ઘરમાં હંમેશા દરિદ્રતા, બીમારીઓ અને અલગ-અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો પરિવારજનોને કરવો પડતો હોય છે. એમ પણ કહેવામાં આવે છે કે જે ઘરમાં વાસ્તુદોષ હોય છે ત્યાં માતા લક્ષ્મી (goddess lakshmi) નિવાસ નથી કરતા ! આવી પરિસ્થિતિમાં ઘરમાં પરિવારના સદસ્યોની વચ્ચે કલેશ રહે છે અને ઘરમાં તણાવનો માહોલ રહે છે. આ સંજોગોમાં ઘરમાં વાસ્તુ ઉપાયો કરવા ખૂબ જ જરૂરી બની જાય છે.

ઘર બનાવતી વખતે દિશાઓનું ધ્યાન ન રાખવામાં આવ્યું હોય તો વાસ્તુદોષ હોવાની શક્યતા અનેકગણી વધી જાય છે. આ વાસ્તુદોષના લીધે આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. આ તમામ સમસ્યાઓથી મુક્તિ અર્થે વાસ્તુદોષ નિવારણના ઉપાયો કરવા ખૂબ જ જરૂરી છે. તેનાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં ખુશીઓનો માહોલ બને છે. સાથે જ પરિવારમાં શાંતિ પણ રહે છે. તો, ચાલો જાણીએ આવા જ સરળ અને પ્રભાવશાળી ઉપાયો કે જે વાસ્તુદોષનું નિવારણ કરે છે.

વાસ્તુદોષ નિવારણના ઉપાય

⦁ ઘરના ઉંબરા પર સાથીયો કરવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર થાય છે.

⦁ જો ઘરમાં વાસ્તુદોષ હોય તો પૂજા કર્યા બાદ હળદરવાળું પાણી બનાવી તેનો ઘરમાં છંટકાવ કરવો જોઇએ.

⦁ જો રસોડું ખોટી દિશામાં હોય તો સાચી દિશામાં એક અગરબત્તી પ્રગટાવવી. તેનાથી રસોડાનો દિશા સંબંધી વાસ્તુદોષ દૂર થાય છે.

⦁ ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની પ્રતિમા લગાવવી જોઇએ.

⦁ ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઇએ. તુલસીના છોડની યોગ્ય સારસંભાળ રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે.

⦁ ઘરમાં રહેલ નળ અને ટાંકીઓમાંથી પાણી ટપકતું હોય તો તે સારું નથી મનાતું. એટલે આ સમસ્યાનો તરત જ ઉકેલ લાવવો જોઇએ.

⦁ ઘરમાં પૂજા સ્થાન હંમેશા ઇશાન ખૂણામાં એટલે કે ઉત્તર-પૂર્વમાં હોવું જોઇએ.

⦁ ઘરમાં મનીપ્લાન્ટનો છોડ રાખવો જોઇએ.

⦁ જો ઘરના નિર્માણ વખતે કોઇ વાસ્તુદોષ રહી ગયો હોય તો ઘરના મુખ્ય દ્વારના ઉંબરાની નીચે ચાંદીના તારને દાટી દેવો જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati