શું તમે દેવુ થઈ જવાથી છો પરેશાન ? તો, અચૂક અજમાવો આ ઉપાય !

શું તમે દેવુ થઈ જવાથી છો પરેશાન ? તો, અચૂક અજમાવો આ ઉપાય !
ઋણમાંથી મુક્ત કરશે વિઘ્નહર્તા

એક મંત્રના પ્રતાપે વિઘ્નહર્તા ઋણમુક્તિના આશીર્વાદ પ્રદાન કરે છે. આ મંત્રના લીધે વ્યક્તિ ઝડપથી તેનું દેવું ચૂકવી શકે તેવાં સંજોગો સર્જાય છે. ધીમે ધીમે બધું જ ઋણ ચૂકવાઈ જાય છે. સાથે જ, આવકના સ્ત્રોત પણ વધી જાય છે.

TV9 Bhakti

| Edited By: Bipin Prajapati

Mar 16, 2021 | 10:53 AM

ગજાનન શ્રીગણેશ (SHREE GANESH) એ તો સુખકર્તા અને દુઃખહર્તા દેવ છે. જીવનમાં ભયંકર વિઘ્ન આવી પડ્યું હોય, તો પણ, શ્રીગણેશની કૃપાથી તે વિઘ્નોથી મુક્તિની મેળવી શકાય છે. આમ તો ગજાનન દરેક પ્રકારની સમસ્યાથી છૂટકારો અપાવનારા છે, અને એટલે જ તો આપણે તેમને વિઘ્નહર્તા કહીએ છીએ. પણ આજે વાત કરવી છે એ સમસ્યાની કે જેને લીધે વ્યક્તિ શાંતિની ઉંઘ પણ નથી લઈ શકતી. આ સમસ્યા એટલે દેવું !

ઘણીવાર એવું બને કે જરૂર પડે કોઈની પાસેથી રૂપિયા ઉછીના લીધાં હોય. પણ, અનેકવાર પ્રયત્ન કરવા છતાં એવાં સંજોગો જ ન બને કે રૂપિયા પાછા આપી શકાય. આ સંજોગોમાં ગજાનન શ્રીગણેશનું શરણું લો. અને ગણેશ કુબેર મંત્રનો જાપ કરો.

ગણેશ કુબેર મંત્ર  “ૐ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ્ સ્વાહા ।।”

નિત્ય આ મંત્રની એક માળા કરો. એટલે કે, મંત્રનો 108 વખત જાપ કરો. માન્યતા અનુસાર આ મંત્રને લીધે ગજાનન ગણેશ જીવનના તમામ સંકટોનું શમન કરી દે છે. સવિશેષ તો વિઘ્નહર્તા આ મંત્રના પ્રતાપે ઋણમુક્તિના આશીર્વાદ આપે છે. એટલે કે મંત્રજાપ કરનાર વ્યક્તિ ઝડપથી તેનું દેવું ચૂકવી શકે તેવાં સંજોગો સર્જાય છે. ધીમે ધીમે બધું જ ઋણ ચૂકવાઈ જાય છે. સાથે જ, ખોટી વસ્તુઓ પાછળ થતો ખર્ચ અટકી જાય છે અને આવકના સ્ત્રોત પણ વધી જાય છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati