રામમંદિરના ભૂમિપૂજન પહેલા જુઓ મંદિર તૈયાર થયા પછી અંદર-બહારથી કેવુ હશે!

ભગવાન રામની નગરી અયોધ્યામાં ઈતિહાસ રચવામાં હવે થોડા કલાકનો સમય બચ્યો છે. વડાપ્રધાન મોદી રામમંદિરનું ભૂમિપૂજન કરશે. 1989માં પ્રસ્તાવિત મંદિરના મોડલમાં ફેરફાર કરી ભવ્ય બનાવવામાં આવ્યું છે. પહેલા મંદિરના મુખ્ય શિખરની ઉંચાઈ 128 ફૂટ હતી. હવે તે 161 ફૂટ થશે. ત્રણની જગ્યાએ પાંચ ગુંબજોની નીચેના ભાગમાં ચાર ભાગ હશે અને એક મુખ્ય શિખર હશે. The […]

રામમંદિરના ભૂમિપૂજન પહેલા જુઓ મંદિર તૈયાર થયા પછી અંદર-બહારથી કેવુ હશે!
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:04 PM

ભગવાન રામની નગરી અયોધ્યામાં ઈતિહાસ રચવામાં હવે થોડા કલાકનો સમય બચ્યો છે. વડાપ્રધાન મોદી રામમંદિરનું ભૂમિપૂજન કરશે. 1989માં પ્રસ્તાવિત મંદિરના મોડલમાં ફેરફાર કરી ભવ્ય બનાવવામાં આવ્યું છે. પહેલા મંદિરના મુખ્ય શિખરની ઉંચાઈ 128 ફૂટ હતી. હવે તે 161 ફૂટ થશે. ત્રણની જગ્યાએ પાંચ ગુંબજોની નીચેના ભાગમાં ચાર ભાગ હશે અને એક મુખ્ય શિખર હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રામમંદિરનો નક્શો તૈયાર કરનારા ચીફ આર્કિટેક્ટ સોમપુરાના પુત્ર નિખિલ સોમપુરાનું કહેવું છે કે કુલ ભૂમિ 67 એકર છે પણ મંદિર 2 એકરમાં જ બનશે. બાકી 65 એકર જમીન પર રામમંદિર પરિસરનો વિસ્તાર કરવામાં આવશે. રામમંદિર નિર્માણમાં રાજસ્થાનના બંસી પહાડપુરના પથ્થર લાગશે, બંસી પહાડપુર વિસ્તારના પથ્થર પોતાની મજબૂતી અને સુંદરતા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. તેની ખાસિયતને જોતાં દેશના મોટા-મોટા મંદિરો અને ભવનોમાં આ પથ્થરોને લગાવવામાં આવ્યા છે. અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવા માટે આ પથ્થરોને મગાવવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રામમંદિર નિર્માણ માટે લગભગ 4 લાખ ઘન ફુટ પથ્થરનો ઉપયોગ થશે. તેમાંથી લગભગ 2.75 લાખ ઘન ફૂટ પથ્થર ભરતપુરના બંસી પહાડપુરના સેન્ડ સ્ટોન હશે. માટીના પરિક્ષણના રિપોર્ટના આધાર પર મંદિરના પાયા માટે ખોદકામ થશે. પ્લેટફોર્મ કેટલું ઉંચુ હશે, તેની પર નિર્ણય રામમંદિર ટ્રસ્ટ કરશે. હાલમાં 12 ફૂટથી 14 ફૂટ સુધીની ઉંચાઈની વાત ચાલી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આર્કિટેક્ટ પ્રોજેક્ટ અનુસાર મંદિરને તૈયાર થવામાં 3 થી 3.5 વર્ષનો સમય લાગશે. મંદિર ત્રણ માળનું હશે અને તે વાસ્તુશાસ્ત્ર મુજબથી બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભૂમિપૂજનનું શુભ મુહૂર્ત માત્ર 32 સેકેન્ડનું છે. જે બપોરે 12.44 મિનિટ 8 સેકેન્ડથી 12.44 મિનિટ 40 સેકેન્ડની વચ્ચે છે. આ મુહૂર્તની વચ્ચે વડાપ્રધાન મોદી ચાંદીની ઈંટથી રામમંદિરનો શિલાન્યાસ કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">