કાર્તિકી પૂનમ પર આ કુંડમાં સ્નાન કરવાથી મળે છે પાપોમાંથી મુક્તિ!

ત્રિપુરારી પૂર્ણિમા એટલે કે કાર્તિકી પૂનમના દિવસનું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ છે. કહેવાય આવે છે કે આ દિવસે દેવો દિવાળીના પર્વની ઉજવણી કરે છે. ત્યારે ન માત્ર ગુજરાતમાં પરતુ મહારાષ્ટ્રમાં આ દેવદિવાળીની પૂર્વ સંધ્યાએ અનોખી ઉજવણી કરવામાં આવી. તો ગુજરાતમાં પણ વિવિધ સ્થળો કાર્તિકી પૂનમના મેળા ભરાયા અને વિવિધ તીર્થસ્થળોએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. સૌથી પહેલા […]

કાર્તિકી પૂનમ પર આ કુંડમાં સ્નાન કરવાથી મળે છે પાપોમાંથી મુક્તિ!
Shamlaji Mela on Kartik Purnima
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Nov 29, 2018 | 9:27 AM

ત્રિપુરારી પૂર્ણિમા એટલે કે કાર્તિકી પૂનમના દિવસનું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ છે. કહેવાય આવે છે કે આ દિવસે દેવો દિવાળીના પર્વની ઉજવણી કરે છે. ત્યારે ન માત્ર ગુજરાતમાં પરતુ મહારાષ્ટ્રમાં આ દેવદિવાળીની પૂર્વ સંધ્યાએ અનોખી ઉજવણી કરવામાં આવી. તો ગુજરાતમાં પણ વિવિધ સ્થળો કાર્તિકી પૂનમના મેળા ભરાયા અને વિવિધ તીર્થસ્થળોએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.

સૌથી પહેલા જોઈએ યાત્રાધામ શામળાજીની તસવીરો જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા છે. નાગધરો કૂંડમાં સ્નાન કરીને શ્રદ્ધાળુઓ પાવન બની રહ્યાં છે. મહત્વનું છે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે શામળાજીમાં પવિત્ર મેળો ભરાય છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
Mela at Shamlaji on Kartik Poornima

Mela at Shamlaji on Kartik Poornima

Shamlaji Mela on Kartik Purnima

Mela at Shamlaji on Kartik Poornima

ભરૂચ પાસે નર્મદા નદીના કિનારે વર્ષોથી શુકલતીર્થ ધામ ખાતે દેવ દિવાળીનો ભાતીગળ મેળો યોજાય છે. કારતક માસમાં અગિયારસથી દેવ દિવાળી સુધી યોજાતા આ ભાતીગળ મેળામાં રાજ્યભરથી લોકો આવ્યા છે. અને આસ્થા સાથે ત્યાં શુકલેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર વિષ્ણુ ભગવાનના દર્શનનો લ્હાવો પણ લઈ રહ્યાં છે. પૌરાણિક દૃષ્ટિએ વિષ્ણુ ભગવાનની પ્રતિમા અહીં સ્વયંભૂ નર્મદા નદીમાંથી પ્રગટ થઈ હોવાનું મનાય છે. તેમજ વિષ્ણુ ભગવાનની શ્વેત રંગની પ્રતિમા ધરાવતું ઓમકારેશ્વર એકમાત્ર ધામ છે. તો બીજી બાજુ ભાતીગળ મેળામાં શુકલેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર મહાદેવના દર્શન બાદ નર્મદા નદીમાં સ્નાન કરવાનો પણ મહિમા છે.

હવે વાત કરીએ મહારાષ્ટ્રની…

દેવદિવાળીની પૂર્વ સંધ્યાએ મુંબઈના પાલઘર વિસ્તારમાં આવેલાં શિતળા માતા મંદિરમાં દિપોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સમગ્ર મંદિર પરિસરને દીવડાંઓથી શણગારવામાં આવ્યું. જેમાં 50 લિટર તેલનો ઉપયોગ કરી 10 હજારથી વધુ દીવડાં પ્રગટાવવામાં આવ્યા.

મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં આવેલા બાણગંગા મંદિરમાં પણ કાર્તિકી પૂનમના અવસરને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી. બાણગંગામાં ભગવાન શંકરને ત્રિપુરનો દીવો કરી, વિધિવત્ પૂજા કરી મહાઆરતી કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં ભાવિકભક્તો એ લાભ લીધો.

મુંબઈના કલ્યાણ વિસ્તારમાં આવેલા દુર્ગાડી કિલ્લાને પણ પૂનમના એક દિવસ પહેલા દીવડાંઓથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યો. આ નજારાનો આનંદ લેવા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટ્યું.

[yop_poll id=43]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">