બેંકમાં જમા ફિક્સ્ડ ડિપોઝીટ પર 65 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે , જાણો કેવી રીતે

લોકો બેંકમાં તેમના નાણાં સુરક્ષિત માને છે પરંતુ કેટલીકવાર જ્યારે બેંક ડિફોલ્ટ થાય છે ત્યારે તમને તમારી થાપણના અમુક ટકા પર જ વીમા કવચ મળે છે. બાકીના પૈસાની કોઈ ગેરેંટી રહેતી નથી.

બેંકમાં જમા ફિક્સ્ડ ડિપોઝીટ પર 65 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે , જાણો કેવી રીતે
બેંક FD પર વીમાની મર્યાદા વધારીને રૂ 65 લાખ કે તેથી વધુ કરી શકાય છે.
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 8:41 AM

લોકો બેંકમાં તેમના નાણાં સુરક્ષિત માને છે પરંતુ કેટલીકવાર જ્યારે બેંક ડિફોલ્ટ થાય છે ત્યારે તમને તમારી થાપણના અમુક ટકા પર જ વીમા કવચ મળે છે. બાકીના પૈસાની કોઈ ગેરેંટી રહેતી નથી. અત્યાર સુધીમાં બેંક ફિક્સ્ડ ડિપોઝિટમાં વીમા કવચની મર્યાદા રૂ 5 લાખ છે. જે થાપણદારો માટે પૂરતી નથી. હવે તમે મર્યાદા વધારવા માટે કેટલીક પદ્ધતિઓ દ્વારા પ્રયાસ કરી શકો છો.

બેંક FD પર વીમાની મર્યાદા વધારીને રૂ 65 લાખ કે તેથી વધુ કરી શકાય છે. આ માટે જુદી જુદી બેંકોમાં FD લેવી જરૂરી નથી. તમને આ સુવિધા એકજ બેંક શાખામાં મળી શકે છે. આ માટે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. અગાઉ વીમા કવચની મર્યાદા માત્ર એક લાખ રૂપિયા હતી પરંતુ બાદમાં થાપણદારોની માંગને ધ્યાનમાં રાખીને તેને વધારીને 2020 ના ફેબ્રુઆરીમાં 5 લાખ રૂપિયા કરાઈ છે.

વીમા કવચ વધારવાની રીત જો એક જ બેંકમાં ડિપોઝિટ ધારક જુદા જુદા અધિકારોનો ઉપયોગ કરે છે તો તેને દરેક થાપણ પર રૂ 5 લાખ સૂચિ કવચ મળે છે. નિષ્ણાતોના મતે જો તમે તમારા જીવનસાથી, ભાઇ અથવા બાળકો સાથે મળી ફિક્સ ડિપોઝિટ અથવા ભાગીદાર, સગીરના વાલી વગેરે સાથે બેંકમાં એફડી બનાવો છો તો તેને અલગથી ધ્યાનમાં લેવામાં આવશે. આ રીતે તમને અલગ અલગ રૂપિયા ૫ લાખનું કવચ મળે છે

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

આ ખાતાઓ પર કવરેજ ઉપલબ્ધ થશે ડીઆઈસીજીસીના વીમા કવચમાં બચત ખાતું, ફિક્સ્ડ ડિપોઝિટ, કરંટ એકાઉન્ટ, રિકરિંગ ડિપોઝિટ વગેરેનો સમાવેશ થાય છે. જોકે, વિશિષ્ટ પ્રકારની થાપણો જેવી કે વિદેશી સરકારો, કેન્દ્ર / રાજ્ય સરકારો, રાજ્ય જમીન વિકાસ બેન્કો, સહકારી બેંક થાપણો, આંતર બેંક થાપણો વગેરેમાં લાભ મળશે નહિ.

ઇન્સ્યોરન્સ કેવી રીતે મેળવશો? જો કોઈ પણ એક બેંકમાં બચત, કરંટ, એફડી અથવા આરડી એકાઉન્ટ છે તો તમને કુલ રકમ મળી રૂપિયા 5 લાખનો ઇન્સ્યોરન્સ મળશે. જો પ્રિન્સિપલ રકમ રૂ 5 લાખ હોય તો બેંક ડૂબી જાય તો પણ એટલી જ રકમ આપવામાં આવશે. જો કે વ્યાજ નહીં મળે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">