હવે અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડવું મોંઘુ થશે, RBI એ એટીએમ ઇન્ટરચેંજ ફી માં વધારો કર્યો

હવે ATM માંથી પૈસા ઉપાડવું મોંઘુ થશે .રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ અન્ય બેંકના ATM દ્વારા કરવામાં આવતા દરેક આર્થિક વ્યવહાર પર એટીએમ ઇન્ટરચેંજ ફી (ATM Interchange Fees)15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દીધી છે.

હવે અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડવું મોંઘુ થશે, RBI એ એટીએમ ઇન્ટરચેંજ ફી માં વધારો કર્યો
ATM
Follow Us:
| Updated on: Jun 11, 2021 | 8:05 AM

હવે ATM માંથી પૈસા ઉપાડવું મોંઘુ થશે .રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ અન્ય બેંકના ATM દ્વારા કરવામાં આવતા દરેક આર્થિક વ્યવહાર પર એટીએમ ઇન્ટરચેંજ ફી (ATM Interchange Fees)15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દીધી છે. ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન(Free ATM Transaction) પછી ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા કસ્ટમર ચાર્જીસની મહત્તમ મર્યાદા રૂ 20 થી વધારીને 21 કરવામાં આવી છે.

ઇન્ટરચેંજ ફીમાં વધારો 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે બેંક ગ્રાહકો દર મહિને ATM માંથી 5 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. ઘણા સમયથી આ ચાર્જીસમાં વધારાની માંગ થઇ રહી જે ઉપર આખરે નિર્ણય લઇ લેવામાં આવ્યો છે.

ઇન્ટરચેંજ ફી શું છે અને તે કેવી રીતે અસરકારક છે સુ તમે જાણો છો એટીએમ ઇન્ટરચેંજ ફી શું છે? જો બેંક ‘A’ નો ગ્રાહક તેના કાર્ડનો ઉપયોગ કરીને બેંક B’ એટીએમમાંથી પૈસા ઉપાડે છે, તો બેંક ‘A’ ને બીજી બેંકને ચોક્કસ ફી ચૂકવવી પડે છે. આને એટીએમ ઇન્ટરચેંજ ફી કહેવામાં આવે છે. ઘણાં વર્ષોથી ખાનગી બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરો ઇંટરચેંજ ફીમાં રૂ 15 થી વધારીને 18 રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ફ્રી લિમિટ પછી અન્ય બેંકના એટીએમમાંથી નાણાં ઉપાડવું હવે ગ્રાહકોને મોંઘુ પડશે. જૂન 2019 માં ભારતીય બેંકોના એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની ભલામણોને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

RBIએ કેમ ચાર્જીસ વધાર્યા રિઝર્વ બેંકે કહ્યું છે કે આ અગાઉ ઓગસ્ટ 2012 માં એટીએમ ઇન્ટરચેંજ ફી બદલવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રાહકો પર લાગુ શુલ્કમાં ઓગસ્ટ 2014 માં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં સમિતિની ભલામણોની તપાસ કર્યા પછી ઇન્ટરચેંજ ફી અને ગ્રાહક શુલ્ક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ કહ્યું કે આ નિર્ણય બેંકો અને એટીએમ ઓપરેટરો પર એટીએમ ડિપ્લોયમેન્ટ ખર્ચ અને જાળવણી ખર્ચની સાથે તમામ હિસ્સેદારો અને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો બંને માટે ઇન્ટરચેંજ ફીમાં વધારો કર્યો છે. સેન્ટ્રલ બેંકે નાણાંકીય વ્યવહારો માટેની ફી 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરી છે જે 1 ઓગસ્ટ 2021 થી લાગુ થશે. આ ઓર્ડર કેશ રિસાયકલ મશીન દ્વારા કરવામાં આવતા વ્યવહારો પર પણ લાગુ થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">