Gujarat: કોરોના મહામારીમાં લોકડાઉનને કારણે બેન્કની થાપણોમાં નોંધપાત્ર ઘટાડો

Gujarat : કોરોના મહામારી બાદ અને લોકડાઉનને કારણે લોકો બેંકમાં (Bank) પૈસા રાખવા કરતા હાથ પર પૈસા રાખવાનું વધુ પસંદ કરે છે. ગુજરાતમાં ગ્રામ્ય (Rural) વિસ્તારમાં 2020-21 માં બેંકની રોકડમાં 15 ટકાનો ઘટાડો થયો છે.

Gujarat: કોરોના મહામારીમાં લોકડાઉનને કારણે બેન્કની થાપણોમાં નોંધપાત્ર ઘટાડો
બેન્કની થાપણોમાં ઘટાડો
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jun 16, 2021 | 12:59 PM

Gujarat :કોરોના મહામારી બાદ અને લોકડાઉનને કારણે લોકો બેંકમાં (Bank) પૈસા રાખવા કરતા હાથ પર પૈસા રાખવાનું વધુ પસંદ કરે છે. ગુજરાતમાં ગ્રામ્ય (Rural) વિસ્તારમાં 2020-21 માં બેંકની રોકડમાં 15 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળનું કારણ પરપ્રાંતિય કામદારો બેરોજગાર થઇ વતન પરત ફર્યા તે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ના આંકડા દર્શાવે છે કે રાજ્યભરમાં ગ્રામીણ વિસ્તારોમાં અનુસૂચિત વ્યાપારી બેંકો (SCBs) ની કુલ બેંક થાપણો (Bank Deposits) નાણાકીય વર્ષ 2019-20 માં 1.06 લાખ કરોડ હતી જે 2020-21 માં ઘટીને 91,212 કરોડ થઇ છે.

નાણાકીય વર્ષ 2021 ના પ્રથમ ક્વાર્ટરમાં જ્યારે કોરોના મહામારીને રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું. અગાઉના ત્રિમાસિક ગાળામાં કુલ બેંક થાપણો 21% ઘટીને રૂ. 84,653 કરોડ થઈ છે. માત્ર એક ક્વાર્ટરમાં 22,346 કરોડ રૂપિયાની રોકડ ઉપાડવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સ્ટેટ લેવલ બેન્કર કમિટી (SLBC) ગુજરાત પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, લોકડાઉન, મહામારી અને કોરોનાની અનિશ્ચિતતાના પગલે ગ્રામીણ વિસ્તારોમાં ગભરાહટ ફેલાયો હતો. જેના કારણે પૈસાનો ઉપાડ વધ્યો છે. ગુજરાતમાં ગ્રામીણ બેંકની બ્રાન્ચમાં લોકો પૈસા ઉપાડવા માટેની લાઈન લાગતી હતી.

અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, રાજકોટ, સુરત, ખેડા, મહેસાણા, મોરબી અને પાટણ સહિતના 20 જિલ્લાઓમાં બેંક થાપણોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

એસએલબીસીના એમએમ બંસલએ જણાવ્યું હતું કે, જો કે, કૃષિ ક્ષેત્રમાં ઉછાળો આવતા જ બીજા ક્વાર્ટરમાં બેન્કની થાપણોમાં વધારો નોંધાયો છે. પરંતુ વિકાસ દર હજુ પણ ઓછો છે. બેંકિંગ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, પરપ્રાંતીય મજૂરો વતનમાં પરત ફરતા રોકડ ઉપાડનો દર વધ્યો છે, પરંતુ બેન્કની થાપણોમાં ઘટાડો થયો છે.

જાહેર ક્ષેત્રની બેંકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ગ્રામીણ લોકોને બિયારણ અને ખાતરો ખરીદવા માટે રોકડની જરૂર પડે છે. સારું બિયારણ હોય તો પાક સારો પાકે છે તેથી પૈસા વધુ મળે છે, તેથી બેંકમાં પૈસા રાખવાની બદલે હાથ પર પૈસા રાખવાનું વધુ પસંદ કરે છે.

થાપણોમાં ઘટાડા માટે  હિજરત પણ એક કારણ હતું. ઘણા હિજરત કરનારાઓ તેમની નોકરી ગુમાવી બેઠા હતા અને આવકના વગર તેના વતનમાં પાછા ફર્યા હતા. તેથી બેંકમાં રાખેલી બચત વપરાઈ ગઈ હતી. જેથી પરિવારોમાં રોકડની જરૂરિયાત વધી છે.

આરબીઆઈનો ડેટા સૂચવે છે કે ગુજરાતમાં અનુસૂચિત વ્યાપારી બેંકોની એકંદર બેંક થાપણો 2019-20 માં 7.63 લાખ કરોડ હતી જે 2020-21 માં વધીને 8.47 લાખ કરોડ થઇ હતી. આરબીઆઈનો ડેટા સૂચવે છે કે, ગ્રામીણ વિસ્તારો સિવાય, અર્ધ-શહેરી, શહેરી અને મહાનગરોમાં થાપણો વધી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">