રસી મુકાવો અને મેળવો આર્થિક લાભ, જાણો આ સરકારી બેંકની સ્કીમ જેમાં FD પર 0.25% વધુ વ્યાજ મળશે

સાર્વજનિક ક્ષેત્રની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (Central Bank of India)એ લોકોને COVID-19 રસીકરણ(COVID-19 Vaccination) માટે પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ થાપણ યોજના(Special Deposit Scheme) શરૂ કરી છે.

  • Ankit Modi
  • Published On - 8:44 AM, 13 Apr 2021
રસી મુકાવો અને મેળવો આર્થિક લાભ, જાણો આ સરકારી બેંકની સ્કીમ જેમાં FD પર 0.25% વધુ વ્યાજ મળશે
હવે કોરોના વેક્સીન લેનારને FD પર વધુ વ્યાજ મળશે.

સાર્વજનિક ક્ષેત્રની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (Central Bank of India)એ લોકોને COVID-19 રસીકરણ(COVID-19 Vaccination) માટે પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ થાપણ યોજના(Special Deposit Scheme) શરૂ કરી છે. આ યોજના હેઠળ જે લોકો રસી લે છે તેમને બેંક માન્ય કાર્ડ દરે 0.25 ટકા વધુ વ્યાજ આપશે. બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે આ નવા પ્રોડક્ટનું નામ ‘ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝિટ સ્કીમ’ (Immune India Deposit Scheme)છે. તેની પાકતી મુદત 1,111 દિવસની રહેશે.

આ મર્યાદિત અવધિ યોજનાનો લાભ લેવા બેંકે નાગરિકોને રસી લેવા વિનંતી કરી છે. બેંકે કહ્યું કે વરિષ્ઠ નાગરિકો વધારે વ્યાજ માટે પાત્ર બનશે. બેંકના જણાવ્યા અનુસાર રસીનો એક ડોઝ લાગુ કરનારાઓને પણ લાભ મળશે.

ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝિટ યોજના
કોવિડના રસીકરણને પ્રોત્સાહિત કરવા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 1111 દિવસ માટે સ્વસ્થ સોસાયટી નિર્માણ હેતુ ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝિટ સ્કીમ રજૂ કરી છે. આ યોજનામાં, કોરોના દ્વારા રસી અપાયેલી વ્યક્તિને FD પર 0.25% વધુ વ્યાજ મળશે.

બેંક હાલમાં ત્રણ વર્ષની ડિપોઝિટ પર 5.1 ટકા વળતર આપે છેજ્યારે વિશેષ યોજના પરનું વળતર 5.35 ટકા રહેશે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા નાગરિકોને રસીકરણ અને ઓફરનો લાભ લેવા વિનંતી કરે છે, જે મર્યાદિત અવધિ માટે છે.

સિનિયર સિટિઝનોને 0.50 ટકા વધુ વ્યાજ
બેંકે કહ્યું કે વરિષ્ઠ નાગરિકો વધારાના વ્યાજ માટે લાયક છે. કોવિડ રસીનો ડોઝ લેનાર વરિષ્ઠ નાગરિકોને થાપણો પર 0.50 ટકા વધુ વ્યાજ અપાઈ રહ્યું છે.

ડોમેસ્ટિક ટર્મ ડિપોઝીટ વ્યાજ દર (રૂ. 2 કરોડથી નીચે)
7 થી 14 દિવસ – 2.75 ટકા
15 થી 30 દિવસ – 2.90 ટકા
31 થી 45 દિવસ – 2.90 ટકા
46 થી 59 દિવસ – 3.25 ટકા
60 થી 90 દિવસ – 3.25 ટકા
91 થી 179 દિવસ – 3.90 ટકા
180 થી 250 દિવસ – 4.25 ટકા
271 થી 364 દિવસ – 4.25 ટકા
1 વર્ષ અને 2 વર્ષથી ઓછા – 4.90 ટકા
2 વર્ષ અને 3 વર્ષથી ઓછા – ૫ ટકા
3 વર્ષ અને 4 વર્ષ 364 દિવસ – 5.10 ટકા
5 વર્ષ અને 10 વર્ષ – 5.10 ટકા