SBI એ ખાતેદારોને આપી મોટી રાહત, હવે ઘરે બેઠાં KYC અપડેટ કરી શકાશે , જાણો કઈ રીતે ?

સંપૂર્ણ દેશ હાલ કોરોના મહામારીથી પરેશાન છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)એ ખાતાધારકને KYC અપડેટ માટે તેમને બ્રાન્ચમાં જવાની જરૂર નથી.

SBI એ  ખાતેદારોને આપી મોટી રાહત, હવે ઘરે બેઠાં  KYC  અપડેટ કરી શકાશે , જાણો કઈ રીતે ?
State Bank of India
Follow Us:
| Updated on: May 02, 2021 | 2:56 PM

સંપૂર્ણ દેશ હાલ કોરોના મહામારીથી પરેશાન છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)એ ગ્રાહકોને મોટી રાહત આપી છે. બેંકે તેની તમામ શાખાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ખાતાધારકને KYC અપડેટ માટે તેમને બ્રાન્ચમાં બોલાવવાની જરૂર નથી. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે 31 મે સુધી ગ્રાહકોની પોસ્ટ અને ઇમેઇલ દ્વારા KYC અપડેટ કરાવાઈ શકે છે.

આ બાબતે બેંકે ટ્વિટ કર્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે ‘કોવિડ -19 મહામારીના કારણોસર દેશના ઘણા ભાગોમાં લકડાઉન છેજે કારણોસર બેંકે આ નિર્ણય કર્યો છે. કસ્ટમરે KYC અપડેટ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ ઇમેઇલ દ્વારા કરે અપડેટ્સ માટે બેંક જવાની જરૂર નથી. ‘KYC ના થવાની પરિસ્થિતિ માં ખાતા ની લેણ – દેણ પર રોક લાગી શકે છે . RBIના નિયમો અંગેઅનુસાર ચોક્સ સમયગાળામાં અપડેટ જરૂરી છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

KYC ક્યારે કરવાનું હોય છે ? બેંક સામાન્ય રીતે ઓછા જોખમવાળા ગ્રાહકોને દર દસ વર્ષે KYC અપડેટ કરવા કહે છે. બીજી બાજુ મધ્યમ જોખમ ધરાવતા ગ્રાહકોને દર આઠ વર્ષે KYC અપડેટ કરવું પડે છે જ્યારે ઉચ્ચ જોખમ ધરાવતા ગ્રાહકે દર બે વર્ષે KYCને અપડેટ કરવું ફરજીયાત છે. આ કેટેગરી મૂલ્ય અને વ્યવહારના આધારે નક્કી કરવામાં આવે છે.

KYC માટે કયા દસ્તાવેજો આવશ્યક છે? KYC માટે ગ્રાહકોએ તેમની આઈડી પ્રૂફ અને સરનામાંનો પુરાવો આપવો પડશે. SBIએ વ્યક્તિગત, સગીર, એનઆરઆઈ અને નાના ખાતાધારકો માટે દસ્તાવેજોની લિસ્ટ જાહેર કરી છે. જો તમારું વ્યક્તિગત ખાતું છે તો તમે કોઈપણ પાસપોર્ટ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડનો ઉપયોગ કરી શકો છો.

સગીર માટે શું છે નિયમ જો એકાઉન્ટ ધારક સગીર છે અને વય 10 વર્ષથી ઓછી છે તો તેમના આઈડી પ્રૂફની જરૂર પડશે જો ખાતાનું સંચાલન કરી રહ્યા છે. જો સગીર પોતે ખાતું ચલાવતું હોય તો તે કિસ્સામાં વ્યક્તિની ઓળખ અથવા ઘરના સરનામાંની ચકાસણીની પ્રક્રિયા અન્ય સામાન્ય કેસો જેવી જ હશે.

NRI એકાઉન્ટ જો તમે NRI છો અને SBI માં તમારું એકાઉન્ટ છે તો તમે તમારા પાસપોર્ટ અથવા રેસિડેન્ટ વિઝાની નકલ પ્રદાન કરી શકો છો. વિઝાની ચકાસણી ફોરેન ઓફિસર્સ, નોટરી, ભારતીય દૂતાવાસ, સંબંધિત બેંકના અધિકારી દ્વારા કરાવી જરૂરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">