Privatisation ને અટકાવવા બેંક યુનિયને નવો માર્ગ અપનાવ્યો, બેંકમાં પહોંચનાર ગ્રાહકોના મેળવે છે અભિપ્રાય

એક તરફ સરકાર ખાનગીકરણ તરફ ઝડપથી આગળ વધી રહી છે તો બીજી તરફ બેંક યુનિયનો તેની સામે આક્રમક વલણ અપનાવવા તૈયાર છે.

Privatisation ને અટકાવવા બેંક યુનિયને નવો માર્ગ અપનાવ્યો, બેંકમાં પહોંચનાર ગ્રાહકોના મેળવે છે અભિપ્રાય
બેંકની ફાઈલ તસ્વીર
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 8:55 AM

એક તરફ સરકાર ખાનગીકરણ તરફ ઝડપથી આગળ વધી રહી છે તો બીજી તરફ બેંક યુનિયનો તેની સામે આક્રમક વલણ અપનાવવા તૈયાર છે. એક મીડિયારિપોર્ટ અનુસાર ખાનગીકરણના વિરોધમાં બેંક યુનિયનો લાંબા સમયથી હડતાલ પર જવાની તૈયારી કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA) એ ખાનગીકરણનો વિરોધ કરવા રવિવારે એક બેઠક યોજી હતી. આ મીટીંગમાં બેંક યુનિયન દ્વારા વિરોધ વધુ આક્રમક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

AIBEAની જનરલ કાઉન્સિલની બેઠકમાં તમામ બેંક યુનિયનોને દેશભરમાં ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શિત કરવા જણાવ્યું છે. આ અગાઉ 15 અને 16 માર્ચે બેંક કર્મચારીઓએ ખાનગીકરણ સામે વિરોધ દર્શાવ્યો હતો જેમાં 10 લાખ બેંક કર્મચારીઓ જોડાયા હતા. 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બે સરકારી બેંકો અને એક વીમા ક્ષેત્રની કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી.

એક દિવસની હડતાલમાં હજારો કરોડનું નુકસાન ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ હવે આ સંદર્ભે ગ્રાહકો અને જનતા સાથે વાત કરી રહ્યા છે. આજની બેઠક સંદર્ભે બેંક યુનિયન દ્વારા જારી નિવેદન મુજબ સરકારી બેંક યુવાનોને કાયમી નોકરી આપે છે. ખાનગી બેંકોમાં નોકરી સુરક્ષિત રહેશે નહીં. પગાર પણ ઓછો મળે છે. ટ્રેડ યુનિયનનો કન્સેપટ સમાપ્ત થશે જે કામદારોના હકોનું ઉલ્લંઘન કરશે. બેંકની હડતાલથી દેશના અર્થતંત્રને ઘણું નુકસાન થાય છે. માર્ચ મહિનામાં હડતાલના પહેલા દિવસે લગભગ 16,500 કરોડના વ્યવહારને અસર થઈ હતી.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ખાનગીકરણની યાદીમાં કઈ કઈ બેન્ક અત્યારે બેંકના ખાનગીકરણ વિશે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. નીતિ આયોગે સરકારને છેલ્લા બે વર્ષમાં ભળી ગયેલી બેંકોની સૂચિમાંથી બાકાત રાખવા જણાવ્યું છે. એસબીઆઈ, પીએનબી, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, યુનિયન બેન્ક અને ઈન્ડિયન બેંક ખાનગીકરણની યાદીમાંથી બહાર થઈ ગયા છે. દેશમાં હાલમાં કુલ 12 સરકારી બેંકો છે. ખાનગીકરણની રેસમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેંક અને યુકો બેંક મોખરે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">