Bank Merger: આ સાત બેંકોના ગ્રાહક નવી ચેકબુક અને પાસબુક મેળવી લે, નહીતો આવતીકાલથી વ્યવહારમાં મુશ્કેલી પડશે

Bank Merger:બેંક ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. આવતીકાલથી જૂની ચેક બુક, ભારતીય ફાઇનાન્સિયલ સર્વિસ કોડ (IFSC) અને પાસબુક દેશની સાત જાહેર ક્ષેત્રની બેંકોના ગ્રાહકો માટે અમાન્ય થઈ જશે.

Bank Merger: આ સાત બેંકોના ગ્રાહક નવી ચેકબુક અને પાસબુક મેળવી લે, નહીતો આવતીકાલથી વ્યવહારમાં મુશ્કેલી પડશે
બેંકની ફાઈલ તસ્વીર
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 8:11 AM

Bank Merger:બેંક ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. આવતીકાલથી જૂની ચેક બુક, ભારતીય ફાઇનાન્સિયલ સર્વિસ કોડ (IFSC) અને પાસબુક દેશની સાત જાહેર ક્ષેત્રની બેંકોના ગ્રાહકો માટે અમાન્ય થઈ જશે. એટલે કે, તમે તમારી જૂની ચેકબુક દ્વારા કોઈપણ પ્રકારની ચુકવણી કરી શકશો નહીં.

સાત બેંકો અન્ય બેન્કોમાં મર્જર થઇ રહી છે. મર્જર પછી એકાઉન્ટ ધારકોના આઈએફએસસી અને એમઆઈસીઆર કોડમાં ફેરફારને કારણે બેંકિંગ સિસ્ટમ 1 એપ્રિલ 2021 થી જૂના ચેક્ને અમાન્ય કરશે. તેથી આ તમામ બેંકોના ગ્રાહકોએ તાત્કાલિક તેમની શાખામાં જવું જોઈએ અને નવી ચેક બુક માટે અરજી કરવી જોઈએ.

આ સાત બેંકના ગ્રાહકો ધ્યાન આપે દેના બેંક વિજયા બેંક ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અલ્હાબાદ બેંક આંધ્ર બેંક કોર્પોરેશન બેંક

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કઈ કઈ બેન્કનું મર્જર થયું? દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જ કરવામાં આવ્યું હતું. તે 1 એપ્રિલ 2019 થી લાગુ પડ્યું છે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંકમાં ભળી ગયા છે ઈન્ડિયન બેંકનું અલ્હાબાદ બેંકમાં મર્જ કરવામાં આવ્યું છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, આંધ્ર બેંક અને કોર્પોરેશન બેન્ક મર્જ થઈ ગઈ છે. બેંકનું નવું નામ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે. તે 1 એપ્રિલ, 2020 થી અમલમાં છે.

નવી ચેકબુક મેળવવી શા માટે મહત્વપૂર્ણ છે? બેંકમાં બચત અથવા ચાલુ ખાતું ખોલતી વખતે બેંક ગ્રાહકોને ચેક બુક આપે છે. ચેકબુકની મદદથી ગ્રાહકો પૈસાની લેવડદેવડ કરી શકે છે. ચેકમાં આઈએફએસસી કોડ, મેગ્નેટિક ઇંક કેરેક્ટર રેકગ્નિશન (એમઆઇસીઆર) કોડ શામેલ છે. આ બેંકોના ગ્રાહકો દ્વારા રાખવામાં આવેલી જૂની ચેક બુકમાં જૂની બેંકનો આઈએફએસસી અને એમઆઇસીઆર કોડ છે. પરંતુ હવે આ બદલાશે. તેથી તમારે જલ્દી નવી ચેક બુક માટે અરજી કરવી જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">