MONEY9 : કેટલા વર્ષે બદલવી જોઇએ કાર ?

આપણે ભારે ઉત્સાહ સાથે કાર તો ખરીદી લઇએ છીએ પરંતુ સમય સાથે તેનું મૂલ્ય ઘટતું જાય છે અને સામે મેન્ટેનન્સ વધતું જાય છે. તો કેટલા વર્ષે કાર બદલવી યોગ્ય હશે તે સમજવા જુઓ આ વીડિયો.

Divyesh Nagar
| Edited By: | Updated on: May 05, 2022 | 11:11 AM

આપણે ભારે ઉત્સાહ સાથે કાર (CAR) તો ખરીદી લઇએ છીએ પરંતુ સમય સાથે તેનું મૂલ્ય (VALUE) ઘટતું જાય છે અને સામે મેન્ટેનન્સ (MAINTANANCE) વધતું જાય છે. તો કેટલા વર્ષે કાર બદલવી યોગ્ય હશે તે આપણે સમજીએ.

એક ઉદાહરણ લઇએ. રાઘવે છ વર્ષ પહેલા એક કાર ખરીદી હતી. પ્રવાસ કરતા કરતા તેનું મીટર 1 લાખ કિલોમીટરને પાર થઇ ગયું. આ કાર તેમણે 8 લાખ રૂપિયામાં ખરીદી હતી. હાલમાં જ તેમની કારના એસીમાં કોઇ તકલીફ થઇ. તેને રિપેર કરાવવામાં 5 હજાર રૂપિયાનો ખર્ચ થયો. આના પહેલાં પણ કારમાં ઘણી તકલીફો આવી હતી. બધા ખર્ચાને ભેગા કરીએ તો તેઓ કારના મેન્ટેનન્સ પાછળ અત્યાર સુધીમાં કુલ એક લાખ રૂપિયાનો ખર્ચ કરી ચુક્યા છે. હવે સવાલ તે છે કે શું રાઘવની કાર તેના બેસ્ટ બિફોરવાળા સમય કરતા આગળ નીકળી ગઇ છે? શું રાઘવા માટે પોતાની કાર  બદલવાનો સમય આવી ગયો છે? 

રાઘવની જેમ તમે પણ તમારી કાર પર બેકારનો ખર્ચ તો નથી કરી રહ્યા ને?  ફાઇનાન્સની ભાષામાં કહીએ તો કાર પર જેટલું રોકાણ છે રિટર્ન તેનાથી ખુબ જ ઓછું તો નથી મળી રહ્યું ને? મહ્તનવી વાત છે કે કારના મેન્ટેનન્સનો ખર્ચ જ્યારે તમારા માટે નાણાકીય બોજ બની જાય તો સમજી લેવું કા તેને બદલવાનો સમય આવી ગયો છે. તો ક્યારે આવે છે તમારી કારને બદલવાનો સમય? ક્યારે હાલની કારને અલવિદા કહેવી અને નવી કારને વેલકમ કરવા માટે તૈયાર રહેવું?

આ તે ક્યા પરિબળ છે અને તેની ગણતરી કેવી રીતે કરી શકાય? 

પરિબળ 1ઃ તમારી કાર કેટલા કિલોમીટર ફરી

તમારી કાર એક લાખ કિલોમીટર ફરી ગઇ છે તો સમજી લેવું કે તેને બદલવાનો સમય થઇ ગયો છે. કાર એક લાખ કિલોમીટર ફરી તેનો અર્થ છે કારનું એસી ફિ્લ્ટર, સ્પાર્ક પ્લગ, ગિયર ટ્રાન્સમિશન ઓઇલ, બ્રેક ફ્લુઇડ, પાવર સ્ટીયરિંગ, ડ્રાઇવ બેલ્ટ જેવી વસ્તુઓ બદલવાનો સમય થઇ ગયો છે. આ વસ્તુઓને બદલવા માટે થનાર ખર્ચનો અર્થ છે, મોટા આર્થિક બોજ આવવો.

પરિબળ 2ઃ ટાયર બદલવા

જો તમે કારમાં ટાયરો બેથી ચાર વખત બદલી નાખ્યા છે તો સમજી લેવું કાર બદલવી પડશે, કારણકે કારમાં એક વખત ટાયર બદલવાનો ખર્ચ છે. 16 હજાર રૂપિયા. 

પરિબળ 3ઃ કારની 10થી 12 વખત સર્વિસ થવી

તેનો અર્થ છે કે તમારી કાર લગભગ 1 લાખ કિલોમીટર ફરી ચુકી છે. સર્વિસ પર તમે અત્યાર સુધી લગભગ કુલ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરી લીધો છે. મતલબ, કાર જો છ લાખમાં લીધી હતી તો છ વર્ષ પછી તેના પર તમારો ખર્ચ 7-8 લાખ રૂપિયાનો થઇ ગયો છે. કારણકે, કારની સર્વિસ પર દર વખતે સરેરાશ પાંચથી દસ હજારનો ખર્ચ થાય છે. તો અર્થ સ્પષ્ટ છે કે કાર રાખવી મોંઘો સોદો સાબિત થઇ રહ્યો છે. 

પરિબળ 4ઃ ગાડીનું પ્રિમીયમ

ગાડીનું પ્રિમીયમ ખુબ વધી જવું. કારનો વીમો બતાવે છે કે , કાર કેટલી ડેપ્રિસિયેટ થઇ રહી છે?  ધારી લો કે, તમે 7 લાખમાં કાર ખરીદી હતી તો ત્રણ વર્ષ બાદ તેનું મૂલ્ય ઘટીને થઇ ગયું ચાર લાખ રૂપિયા અને છ વર્ષ બાદ માત્ર દોઢ કે બે  લાખ રૂપિયા. કાર જેમ જૂની થાય છે તેમ તેનું વીમા પ્રીમિયમ પણ વધતું જોય છે. તો તમારા ખર્ચની ગણતરી મુજબ તમે સમીક્ષા કરી લો કે કાર હવે તમારા માટે છે કે નહીં?

નિષ્ણાતનો મત

જાણીતા ઓટો એક્સપર્ટ ટૂટૂ ધવન કહે છે કે, કારને બદલાવની કોઇ ફિક્સ ફોર્મ્યુલા નથી. તમારો તમારી કાર સાથે કેટલો લગાવ છે તેના પર પણ નિર્ભર કરે છે. આજકાલ જે નવી ગાડીઓ આવી રહી છે તેમની બોડીને જોતા 8થી 10 વર્ષ બાદ તમારે કાર બદલવાનો પ્રયાસ કરવો જોઇએ. કારણકે તેમાં ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ એટલા બધા છે કે વર્ષો પછી તેના ઉત્પાદક પાસેથી તે મળે કે નહીં તેની ગેરન્ટી નથી. ગાડી જ્યારે ખરીદી હતી ત્યારે તેની કિંમત 20 લાખ રૂપિયા હતી અને દસથી 12 વર્ષ બાદ વેચવાનો વારો આવ્યો તો તેની કિંમત થઇ ગઇ બેથી ત્રણ લાખ રૂપિયા. હવે આના પર પણ તમારે એક લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો હોય તો તે કાર  રાખવાનો મતલબ નથી. 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">