ઓલા-એથરને ટક્કર આપશે બજાજનું ઇલેક્ટ્રિક સ્કૂટર, 5 જાન્યુઆરીએ નવા અવતારમાં થશે લોન્ચ, જાણો કેવા હશે ફિચર્સ

બજાજ ચેતક ઓલ-મેટલ બોડી ધરાવતું એકમાત્ર ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ વેચાણ માટે ઉપલબ્ધ બજાજ ટૂ-વ્હીલર્સમાંનું એક શ્રેષ્ઠ બિલ્ટ છે. તેને સૌપ્રથમ 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. બજાજ વર્ષોથી તેના પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટરને અપડેટ કરી રહ્યું છે. આ અપગ્રેડ મોડેલના પ્રદર્શન અને યુટિલિટીમાં નોંધપાત્ર ફેરફારો કરશે.

ઓલા-એથરને ટક્કર આપશે બજાજનું ઇલેક્ટ્રિક સ્કૂટર, 5 જાન્યુઆરીએ નવા અવતારમાં થશે લોન્ચ, જાણો કેવા હશે ફિચર્સ
Bajaj Chetak EV
| Updated on: Jan 04, 2024 | 8:49 PM

બજાજ ઓટો 5 જાન્યુઆરીએ અપડેટેડ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર નવી સ્ટાઇલ અને મિકેનિઝમ સાથે આવી શકે છે. બજાજે આ મહિનાની શરૂઆતમાં 2024 બજાજ ચેતક અર્બન વેરિઅન્ટને લોન્ચ કર્યું હતું. ત્યારે હવે અપડેટેડ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે.

127 કિમીની રેન્જ

પ્રાપ્ત માહિતી અનુસાર 2024 બજાજ ચેતક અર્બન અને પ્રીમિયમ વેરિઅન્ટ્સ વચ્ચે અપગ્રેડ વર્ઝન સાથે આવશે. ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ સિંગલ ચાર્જ પર 127 કિમી છે. IDCના દાવા મુજબ આ રેનજમાં 3.2 kWh બેટરી પેક મળી શકે છે. આ યુનિટ હાલના મોડલની 2.88 kWh બેટરીને રિપ્લેસ કરશે, જે સિંગલ ચાર્જ પર 113 કિમીની રેન્જ પૂરી પાડે છે. તેને 100 ટકા ચાર્જ કરવા માટે 4 કલાક 30 મિનિટનો સમય લાગશે.

73 કિ.મી. પ્રતિ કલાકની હાઈ સ્પીડ

2024 બજાજ ચેતકના હાલના મોડલની 63 કિમી પ્રતિ કલાકની સરખામણીમાં નવા વેરિયન્ટમાં પ્રતિ કલાક 73 કિ.મી. પ્રતિ કલાક હાઇ સ્પીડ મળવાની શક્યતા છે. જ્યારે મોટા અપડેટમાં નવી TFT સ્ક્રીન હશે, જે હાલમાં મોડેલ પર દેખાતા રાઉન્ડ LCD યુનિટને બદલશે. ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), રિમોટ લોક/અનલોક, બ્લૂટૂથ કનેક્ટિવિટી સહિતની સુવિધાઓ હશે. આ સિવાય સીટ નીચેની સ્ટોરેજ કેપેસિટી 18 લિટરથી વધારીને 21 લિટર કરી શકાય છે.

પ્રદર્શન અને યુટિલિટીમાં ફેરફાર

બજાજ ચેતક ઓલ-મેટલ બોડી ધરાવતું એકમાત્ર ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ વેચાણ માટે ઉપલબ્ધ બજાજ ટૂ-વ્હીલર્સમાંનું એક શ્રેષ્ઠ બિલ્ટ છે. તેને સૌપ્રથમ 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. બજાજ વર્ષોથી તેના પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટરને અપડેટ કરી રહ્યું છે. આ અપગ્રેડ મોડેલના પ્રદર્શન અને યુટિલિટીમાં નોંધપાત્ર ફેરફારો કરશે.

ભાવમાં વધારો

આ ઉપરાંત નવા અપડેટેડ બજાજ ચેતકના ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતની વાત કરીએ તો તેની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે. આ અપગ્રેડ બજાજ ચેતક ખાસ કરીને TVS iQube, Ather 450X, Simple One, Ola S1 Pro જેવા સ્પર્ધકો સાથે બજારમાં ટક્કર આપવા અને તેમની સામે ટકી રહેવા બજાજને મદદ કરશે.

આ પણ વાંચો : એલોન મસ્કની ટેસ્લા ના ચાલી? અમેરિકાથી 20 લાખ ગાડીઓ મંગાવાઈ પરત! જાણો કેમ, જુઓ વીડિયો