આ શહેરમાં છે TATAનાં વાહનોની બોલબાલા, માત્ર એક જ દિવસમાં વેચાઈ ગઈ આટલી ગાડી

TATA મોટર્સએ મંગળવારે જાહેરાત કરી કે તેણે દિલ્હી એનસીઆરમાં એક જ દિવસમાં 100 યુનિટ વેચ્યા છે. સફારીને તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી, જ્યાં હવે આ વાહનને ગ્રાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

  • Publish Date - 7:11 am, Thu, 4 March 21 Edited By: Pinak Shukla
આ શહેરમાં છે TATAનાં વાહનોની બોલબાલા, માત્ર એક જ દિવસમાં વેચાઈ ગઈ આટલી ગાડી
TATA Safari SUV 2021

TATA મોટર્સએ મંગળવારે જાહેરાત કરી કે તેણે દિલ્હી એનસીઆરમાં એક જ દિવસમાં 100 યુનિટ વેચ્યા છે. સફારીને તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતી, જ્યાં હવે આ વાહનને ગ્રાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટાટા મોટર્સે જણાવ્યું છે કે લોકોએ સફારીના XZA+ ટ્રિમ રોયલ બ્લુ અને ઓર્કસ વ્હાઇટને સૌથી વધુ ખરીદી કરી હતી. TATA Safari SUV 2021માં શક્તિશાળી 2.0-લિટર ક્રિઓટેક ટર્બો ડીઝલ એન્જિન છે, જે 170hp ની પાવર ઉત્પન્ન કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાહનમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે.

નવી સફારી 2021ના ​એક્ષટીરિયરની વાત કરીએ તો, તેની ડિઝાઇન અને સ્ટાઈલ હેરિયર એસયુવી સાથે એકદમ મળતી આવે છે. કારના આગળના ભાગમાં ટ્રાઇ એરો પેટર્નવાળી બોલ્ડ ગ્રિલ છે. આ સિવાય પાતળા એલઇડી ડીઆરએલએસ અને પ્રોજેક્ટર હેડલેમ્પ ઉપલબ્ધ છે. કારના પાછળના ભાગમાં સંપૂર્ણ નવી ડિઝાઇન આપવામાં આવી છે.

તેમાં Xenon HID પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, ક્રોમ સ્ટડેડ ટ્રાઇ એરો ફ્રન્ટ ગ્રિલ, ટ્વીન લાઇટ એલઇડી ટેલ લેમ્પ્સ છે. ટાટા મોટર્સે તેના પુણે પ્લાન્ટમાં SUVનું ઉત્પાદન શરૂ કર્યું છે. થોડા દિવસો પહેલા, ટાટા મોટર્સે પુના પ્લાન્ટ ખાતે FlagOff ઇવેન્ટ પછી સફારીની પહેલી કાર રોલ આઉટ કરી હતી.

 

TATA Safari SUV 2021

TATA Safari SUV 2021

 

દમદાર છે ઇન્ટિરિયર ફીચર્સ

કારના કેબીનમાં 8.8 ઇંચની ફ્લોટિંગ આઇલેન્ડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પ્રીમિયમ 320 વોટની જેબીએલ ઑડિઓ સિસ્ટમ, મૂડ લાઇટિંગ, 6 વે પાવર્ડ ડ્રાઇવર સીટ જેવી સુવિધાઓ છે. SUVમાં થર્ડ રો સીટ્સ માટે પણ ડેડિકેટેડ USB Port, કપ હોલ્ડર, ડેડીકેટેડ AC યુનિટ આપવામાં આવી છે. નવી TATA Safari SUV 2021 રોયલ બ્લુ, વ્હાઇટ અને ગ્રે એમ ત્રણ કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે. આ એસયુવીની એક્સ શોરૂમ કિંમત રૂ. 14.69 લાખથી શરૂ થાય છે.