હવે પોતાની કારનું સ્વપ્ન સાકાર કરવું વધુ સરળ બન્યું, BOB એ વ્યાજદરમાં ઘટાડો કર્યો

એક નિવેદનમાં બેંકે કહ્યું કે વ્યાજ દરમાં ઘટાડા ઉપરાંત તેણે 30 જૂન સુધીમાં લોન પ્રોસેસિંગ ચાર્જને ઘટાડીને 1,500 રૂપિયા (જીએસટી સહિત) કર્યો છે. ખાસ વાત એ છે કે વ્યાજ દર ગ્રાહકની 'ક્રેડિટ પ્રોફાઇલ' સાથે લિંક કરવામાં આવશે.

હવે પોતાની કારનું સ્વપ્ન સાકાર કરવું વધુ સરળ બન્યું, BOB એ વ્યાજદરમાં  ઘટાડો કર્યો
કાર લોન સસ્તી બની
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 6:13 AM

જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા(Bank of Baroda)એ કાર લોન(Car Loan) પરના વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેંકે કાર લોન પર વ્યાજ દર 0.25 ટકા ઘટાડીને 7 ટકા કર્યો છે. અત્યાર સુધી બેંક વાર્ષિક 7.25 ટકાના વ્યાજે કાર લોન આપતી હતી. વાસ્તવમાં આ ઓફર ફક્ત મર્યાદિત સમયગાળા માટે કાર ખરીદનારા નવા ગ્રાહકોને આપવામાં આવી રહી છે. જો તમે પણ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે બેંકની આ ઓફરનો લાભ લઈ શકો છો. કાર લોનનો આ વિશેષ દર 30 જૂન, 2022 સુધી જ છે. જોકે, જૂની એટલે કે સેકન્ડ હેન્ડ કાર અને ટુ-વ્હીલર લોન પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

પ્રોસેસિંગ ચાર્જમાં પણ ઘટાડો

એક નિવેદનમાં બેંકે કહ્યું કે વ્યાજ દરમાં ઘટાડા ઉપરાંત તેણે 30 જૂન સુધીમાં લોન પ્રોસેસિંગ ચાર્જને ઘટાડીને 1,500 રૂપિયા (જીએસટી સહિત) કર્યો છે. ખાસ વાત એ છે કે વ્યાજ દર ગ્રાહકની ‘ક્રેડિટ પ્રોફાઇલ’ સાથે લિંક કરવામાં આવશે. પીટીઆઈ સાથે વાત કરતા બેંકના જનરલ મેનેજર (મોર્ટગેજ અને અન્ય છૂટક સંપત્તિ) એચટી સોલંકીએ જણાવ્યું હતું કે, “કાર લોન પરના વ્યાજ દર અને પ્રોસેસિંગ ચાર્જમાં ઘટાડા સાથે ગ્રાહકો માટે હવે તેમની પસંદગીનું વાહન ખરીદવું વધુ સસ્તું બનશે. ”

તાજેતરમાં હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો

ગયા મહિને બેંક ઓફ બરોડાએ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. બેંક હવે 6.75 ટકાના બદલે 6.5 ટકા વાર્ષિક વ્યાજે હોમ લોન ઓફર કરી રહી છે. નવો દર 22 એપ્રિલથી અમલમાં આવ્યો છે. હોમ લોનનો આ વિશેષ દર 30 જૂન 2022 સુધી જ છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

SBI EV ખરીદવા આપી રહી છે વિશેષ ઓફર

SBI ની ગ્રીન કાર લોન(Green Car Loan) એ ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદનારા ગ્રાહકો માટે એક નફાનો સોદો છે. આમાં બેંક સામાન્ય કાર લોન(Car Loan) ના વ્યાજ દર કરતાં 20 બેસિસ પોઈન્ટ એટલે કે 0.20 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. બેંક પ્રોસેસિંગ ફી પર સંપૂર્ણ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. જો તમે EMI ઘટાડવા માંગો છો તો બેંક મહત્તમ 8 વર્ષની અવધિ માટે લોન ઓફર કરી રહી છે જે તમારા પર EMI બોજ ઘટાડશે. જો તમે લોન ઝડપથી ચૂકવવા માંગતા હોય તો તમે 3 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે લોન પસંદ કરી શકો છો. બીજી તરફ જો તમે મોંઘી કાર પર ડાઉન પેમેન્ટને લઈને ટેન્શન લઈ રહ્યા છો તો બેંક અમુક મોડલ પર 100% લોન ઓફર કરી રહી છે. બીજી તરફ અન્ય કાર પર કિંમતના 90 ટકા જેટલી લોન મળી રહી છે.

આ પણ વાંચો : Multibagger stock : આ શેરે તેના રોકાણકારોને એક વર્ષમાં 1000 ટકા રિટર્ન આપ્યું,1 લાખને બનાવ્યા 10 કરોડ રૂપિયા

આ પણ વાંચો : Sensex ની ટોચની 10 કંપનીઓ પૈકી 5ના માર્કેટ કેપમાં રૂપિયા 67843 કરોડનો વધારો થયો, HUL અને RIL TOP GAINER રહ્યા

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">