સરકારે કારના ટાયર સંબંધિત નિયમો બદલ્યા, 1 ઓક્ટોબરથી આવા ટાયરવાળા જ વાહનો ચલાવી શકાશે

ટાયર (Tyres) ની ડિઝાઇન પરના નવા નિયમો 1 ઓક્ટોબર, 2022થી અમલમાં આવશે. નવા ધોરણો C1, C2 અને C3 કેટેગરીના ટાયર પર લાગુ થશે. ત્યારે જાણો C1, C2 અને C3 શું છે?

સરકારે કારના ટાયર સંબંધિત નિયમો બદલ્યા, 1 ઓક્ટોબરથી આવા ટાયરવાળા જ વાહનો ચલાવી શકાશે
Tyres
Image Credit source: File Photo
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jul 04, 2022 | 10:32 AM

સરકારે વાહનને સુરક્ષિત બનાવવા માટે બ્રેક, સેન્સર, એરબેગ જેવા ઘણા નિયમો બનાવ્યા છે. હવે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (MoRTH) એ આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વાસ્તવમાં, વાહનના ટાયરની ડિઝાઇનમાં ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. જે 1 ઓક્ટોબરથી નવી ડિઝાઇન મુજબ બનાવવામાં આવશે. આવતા વર્ષે 1 એપ્રિલથી નવા ટાયર સાથે વાહનોનું વેચાણ થશે. ટાયર (Tyres) ની ડિઝાઇન પરના નવા નિયમો 1 ઓક્ટોબર, 2022થી અમલમાં આવશે. નવા ધોરણો C1, C2 અને C3 કેટેગરીના ટાયર પર લાગુ થશે.

ટાયર ડિઝાઇનના નવા નિયમો 1 ઓક્ટોબર, 2022થી અમલમાં આવશે. AIS-142:2019 સ્ટેજ 2 C1, C2 અને C3 શ્રેણીના ટાયર માટે ફરજિયાત છે. 1 એપ્રિલ, 2023થી નવા વાહનોમાં આવા ટાયર રાખવાનું ફરજિયાત બનશે. ઓટોમોટિવ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (AIS) મુજબ, વાહનના ટાયરની ગુણવત્તા અને ડિઝાઇન હવે AIS-142:2019 મુજબ હશે.

C1, C2 અને C3 શું છે?

ટાયર બનાવવા માટે હાલમાં 3 શ્રેણીઓ C1, C2 અને C3 છે. પેસેન્જર કારના ટાયરની શ્રેણીને C1 કહેવામાં આવે છે. C2 એટલે સ્મોલ કોમર્શિયલ વ્હીકલ અને C3 એટલે હેવી કોમર્શિયલ વ્હીકલ ટાયર. હવેથી, ઓટોમોટિવ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (AIS) ના બીજા તબક્કાના અમુક નિયમો અને પરિમાણો આ તમામ કેટેગરીના ટાયર પર ફરજિયાતપણે લાગુ થશે. રોલિંગ રેઝિસ્ટન્સ, વેઇટ ગ્રિપ અને રોલિંગ સાઉન્ડ એમિશન્સ જેવા પરિમાણોને ધ્યાનમાં લેવામાં આવશે.

ટાયર માટે શરૂ કરવામાં આવશે સ્ટાર રેટિંગ સિસ્ટમ

નવા ટાયરોને રસ્તાની સારી વેટ ગ્રીપ, ભીના રસ્તાઓ પર પકડ અને વધુ ઝડપ પર નિયંત્રણની સાથે વાહન ચલાવતી વખતે ઉત્પન્ન થતા અવાજને ધ્યાનમાં રાખીને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે. આની મદદથી ગ્રાહકો ખરીદીના સમયે ટાયર કેટલું સુરક્ષિત છે તે જાણી શકશે.

આ સિવાય પરિવહન મંત્રાલય અને ભારે ઉદ્યોગ મંત્રાલય પણ ટૂંક સમયમાં ટાયર માટે સ્ટાર રેટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. રેટિંગ ગ્રાહકને તેના ઉપયોગ મુજબ શ્રેષ્ઠ અને સલામત ટાયર પસંદ કરવામાં મદદ કરશે.

હવે કારમાં 6 એરબેગ્સ પણ જરૂરી છે

મુસાફરોની સુરક્ષા વધારવા માટે સરકાર આઠ પેસેન્જર વાહનોમાં ઓછામાં ઓછી 6 એરબેગ ફરજિયાત બનાવવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ તેમના ટ્વીટમાં જણાવ્યું હતું કે વાહનોમાં સવાર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કંપનીઓએ વાહનોમાં એરબેગ્સની સંખ્યા વધારવી પડશે.

તેમને આઠ મુસાફરો સુધીની ક્ષમતાવાળા વાહનોમાં ઓછામાં ઓછી 6 એરબેગ્સ લગાવવા માટે કહેવામાં આવશે. ગડકરીના જણાવ્યા અનુસાર, તેમણે આઠ પેસેન્જર વાહનોમાં 6 એરબેગ ફરજિયાત બનાવવાના ડ્રાફ્ટ નોટિફિકેશનને મંજૂરી આપી દીધી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati