મહિન્દ્રાએ ટ્રેડમાર્ક કરાવ્યું ‘જેવલિન’ નામ, શું કંપની લાવી રહી છે SUVની ખાસ એડીશન, બજારમાં અટકળો

જેવલિન શબ્દ સાંભળીને તરત જ ઓલિમ્પિયન નીરજ ચોપરાની યાદ  આવે એ સ્વાભાવિક છે. જેમણે 7 ઓગસ્ટ 2021ના ​​રોજ  ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બંને નામો માટે ટ્રેડમાર્ક અરજી 9 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી

મહિન્દ્રાએ ટ્રેડમાર્ક કરાવ્યું 'જેવલિન' નામ, શું કંપની લાવી રહી છે SUVની ખાસ એડીશન, બજારમાં અટકળો
XUV 700

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આગામી દિવસોમાં નવી XUV700ને ભારતીય બજારમાં લોન્ચ કરવા માટે પુરી રીતે તૈયાર છે. તેની પ્રારંભિક કિંમત રૂ. 11.99 લાખ (એક્સ-શોરૂમ) છે. તેમજ તેમાં 5 અને 7 સીટની ગોઠવણીમાં  ઉપલબ્ધ થશે. નવી એસયુવીના લોન્ચિંગ પહેલા, એક રસપ્રદ વાત જાણવા મળી છે. હોમગ્રોન ઓટોમેકર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ  ભારતમાં ‘જેવલિન’ નામનું ટ્રેડમાર્ક કરાવ્યું છે.

ઉત્પાદકે બે ટ્રેડમાર્ક ફાઇલ કર્યા છે, ‘મહિન્દ્રા જેવલિન’ અને ‘જેવલિન બાય મહિન્દ્રા ‘ હવે  જેવલિન શબ્દ સાંભળીને તરત જ ઓલિમ્પિયન નીરજ ચોપરાની યાદ  આવે એ સ્વાભાવિક છે. જેમણે 7 ઓગસ્ટ 2021ના ​​રોજ  ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બંને નામો માટે ટ્રેડમાર્ક અરજી 9 ઓગસ્ટના રોજ  કરવામાં આવી  હતી.

કાર નિર્માતાએ તાજેતરમાં નીરજ ચોપરાના ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાના સમ્માનમાં તેમના  માટે ખાસ રીતે ડીઝાઈન કરવામાં આવેલી  XUV700 એડીશનની જાહેરાત કરી હતી. જેની વિગતો ટૂંક સમયમાં જાહેર થવાની ધારણા છે. કદાચ ઉત્પાદક આ નામનો ઉપયોગ આ આગામી SUV ના પરફોર્મન્સ-સ્પેક વર્ઝન માટે અથવા કદાચ સ્પેશિયલ એડિશન વર્ઝન માટે કરી શકે છે.

એ નોંધવું જોઇએ કે આગામી XUV700 ના નજીકના હરીફોમાં ગણાતી  ટાટા સફારી પાસે વેચાણ માટે ખાસ ‘એડવેન્ચર પર્સોના’ એડીશન પણ છે. આ વિશિષ્ટ સંસ્કરણ માત્ર દ્રશ્ય સુધારાઓ મેળવે છે, અને વાહનમાં કોઈપણ યાંત્રિક ફેરફારોને દર્શાવતું નથી. મહિન્દ્રા એસયુવી માટે ‘જેવલિન’ એડિશનની રજૂઆત સાથે સમાન માર્ગ અપનાવી શકે છે.

આ ઉપરાંત, વિઝ્યુઅલ અપગ્રેડને બદલે, આ XUV700 નું પરફોર્મન્સ ટ્રીમ હોઈ શકે છે. આ નામનો બીજો સંભવિત ઉપયોગ કૂપ-સ્ટાઇલ એસયુવી માટે હોઈ શકે છે. મહિન્દ્રાએ પહેલેથી જ તેની પ્રથમ SUV કૂપનો વિકાસ કર્યો છે, જેનું કોડનામ ‘W620’  છે, અને જેવેલિન નામ અહીં યોગ્ય રહેશે.  આ સંપૂર્ણપણે નવા ઉત્પાદનનું નામ પણ હોઈ શકે છે.

SUV નિર્માતા પાસે પાઇપલાઇનમાં ઘણા નવા મોડલ છે અને  આ આગામી નવા વાહનોમાં તે આ નામનો ઉપયોગ કરી શકે છે. અલબત્ત, આ બધી અટકળો છે, અમે ખાતરી કરી શકીએ તે પહેલા વધુ માહિતી ઉપલબ્ધ થાય તેની રાહ જોવી પડશે. એ પણ નોંધવું જોઇએ કે દરેક ટ્રેડમાર્ક ફાઇલિંગ ઉત્પાદન મોડેલમાં પરિણમતા નથી કેટલાક ટ્રેડમાર્ક ખાલી  ખોવાઈ જાય છે.

આ પણ વાંચો :  Delta Plus Variant : મહારાષ્ટ્રના 24 જિલ્લાઓમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વાયરસનું સંક્રમણ, દરેક પરિસ્થિતિ પર નજર રાખવા નિષ્ણાંતોની ચેતવણી

Click on your DTH Provider to Add TV9 Gujarati