મોટી બાઈક્સ પણ આ 5 ઈલેક્ટ્રિક સ્કૂટર્સની સામે છે ફેલ, સિંગલ ચાર્જમાં દોડશે 240 કિલોમીટર, જાણો વધુ વિગત

ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વભરમાં Electrification તરફ આગળ વધી રહ્યો છે અને ફક્ત ફોર-વ્હીલર્સ જ નહીં પણ ટુ-વ્હીલર્સ પણ હવે ધીરે ધીરે Internal Combustion Engines પરથી Battery Packs  અને Electric Motorsનો વિક્લપ પસંદ કરી રહ્યા છે.

મોટી બાઈક્સ પણ આ 5 ઈલેક્ટ્રિક સ્કૂટર્સની સામે છે ફેલ, સિંગલ ચાર્જમાં દોડશે 240 કિલોમીટર, જાણો વધુ વિગત
ઈલેક્ટ્રિક વ્હીકલ (Electric vehicles)નું વિકસિત થતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેમજ રાજ્યની પ્રચંડ સબસિડી, ઈલેક્ટ્રિક સ્કૂટર્સને આજે મેટ્રો શહેરોમાં એક સધ્ધર વિકલ્પ બનાવે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વભરમાં Electrification તરફ આગળ વધી રહ્યો છે અને ફક્ત ફોર-વ્હીલર્સ જ નહીં પણ ટુ-વ્હીલર્સ પણ હવે ધીરે ધીરે Internal Combustion Engines પરથી Battery Packs  અને Electric Motorsનો વિક્લપ પસંદ કરી રહ્યા છે.

આજે અમે તમારા માટે ટોચના 5 ઈલેક્ટ્રિક સ્કૂટર્સ લાવી રહ્યા છે, જે ઘણી મોટી બાઈકોને પણ માત આપી શકે છે. ભારતીય ઓટોમોટિવ માર્કેટમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગ દિવસેને દિવસે વધી રહી છે અને એટલે જ ઘણી કંપનીઓ હવે આ સેગમેન્ટને લક્ષ્ય બનાવી રહી છે. તે સંજોગોમાં આજે અમે તમારા માટે ટોચના 5 ઈલેક્ટ્રિક સ્કૂટર્સ લાવ્યા છીએ, જે ઘણી મોટી બાઈકોને હરાવી શકે છે.

 

 

ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર (Ola electric scooter): ઓલા ટૂંક સમયમાં આ સ્કૂટરને ભારતીય બજારમાં લોન્ચ કરશે. જે Etergo Appscooter નો ઉપયોગ કરીને સ્વેપ કરવા યોગ્ય બેટરી પેકનો ઉપયોગ કરી શકે છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટરને એક જ વખત ચાર્જ કર્યા બાદ 240 કિ.મીની મુસાફરી કરી શકાશે.

 

 

સુઝુકી બર્ગમેન ઇલેક્ટ્રિક સ્કૂટર (Suzuki burgman electric scooter): જાપાની ઓટોમોબાઈલ કંપની ટૂંક સમયમાં ભારતીય બજારમાં સુઝુકી બર્ગમેન ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી શકે છે. આ સ્કૂટરમાં એલઈડી હેડલેમ્પ્સવાળી શક્તિશાળી સુવિધાઓ આપી શકાય છે. કંપની આના સ્પેક્સ વિશે ટુંક સમયમાંજ વધુ માહિતી બહાર પાડશે.

 

 

સિમ્પલ એનર્જી ઈલેક્ટ્રિક સ્કૂટર (Simple energy electric scooter): બેંગ્લોર સ્થિત સ્ટાર્ટ-અપ કંપની આ સ્કૂટરને સિમ્પલ એનર્જી માર્ક 2 નામથી લોંચ કરી શકે છે. તેમાં 4.8kWનો બેટરી પેક છે. આ સ્કૂટરને એક જ વખત ચાર્જ કર્યા બાદ 240 કિ.મીની મુસાફરી કરી શકાશે. આ સ્કૂટર 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માત્ર 3.6 સેકન્ડમાં પહોંચી શકે છે.

 

 

હીરો મોટોકોર્પ ઇલેક્ટ્રિક સ્કૂટર (Hero motocorp electric scooter): હીરોએ તેમના ઈલેક્ટ્રિક સ્કૂટર માટે ગોગોરો સાથે ભાગીદારી કરી છે. કંપની નિશ્ચિત બેટરી સાથે સ્વેપ યોગ્ય બેટરી મોડેલ પર પણ કામ કરી રહી છે. હાલમાં આ સ્કૂટરના સ્પેક્સ વિશે જાણવા મળ્યુ છે કે કંપની માસ્ટ્રો સ્કૂટરનું ઈલેક્ટ્રિક વેરિઅન્ટ પણ લોંચ કરવાની તૈયારી કરી રહી છે.

 

 

એથર મેક્સી સ્કૂટર (Ather maxi scooter): એથર એનર્જી હાલમાં ભારતીય ઈલેક્ટ્રિક સ્કૂટર ક્ષેત્ર પર પ્રભુત્વ ધરાવે છે. કંપની પહેલેથી જ કેટલાક રાજ્યોમાં ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરી ચૂકી છે. સ્કૂટરમાં વિંડો સ્ક્રીન, બોલ્ડ ફ્રન્ટ એપ્રોન અને લાંબી સીટ સહિતની ઘણી સુવિધાઓ ઓફર કરી શકાય છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati