ઉમરસાડી ગામના દરિયાકિનારે રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇ, રાજ્યના આદિજાતિ,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યના નર્મદા કલ્પસર અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
આ એક મોટી ઘટના હોવાથી મામલો છેક દિલ્હી સુધી પહોંચી હતી. જેથી સેન્ટ્રલ આઈ.બી સહિત ગુજરાત એ.ટી.એસની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ હતી. બીજા જ દિવસે સેન્ટ્રલ આઈ.બી અહિત ગુજરાત એ.ટી.એસની ટીમ વલસાડ આવી પહોંચી હતી.
આ વખતે દમણગંગા નદી પાસે મુક્તિ ધામ ઉપર પાણીની પાઈપ લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે.ત્યારે આવતીકાલે એટલે કે 30 અને 31 જાન્યુઆરીના રોજ વાપીની જનતાને પાણી મળશે નહિ.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારમાં મોટા જથ્થામાં કંપનીના ડુપ્લીકેટ લોગો અને બારકોડ અને ખોટા બેચ નંબરના આધારે કંપનીના નામે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ સાથે આવેલા ઇસમને ઝડપી લીધો હતો
અત્યાર સુધી વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી 835 નસેડીઓ પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યા છે. સૌથી વધુ પીધેલાઓ વલસાડના પારડી પોલીસ સ્ટેશન અને ત્યારબાદ વાપી જીઆઇડીસી અને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયા છે.
વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા યાદવ પરિવાર કે જે પરિવારની અઠવાડિયાથી ઊંઘ હરામ થઇ ગઈ હતી.જોકે આજે આ પરિવાર માટે ખુશીનો દિવસ છે.કારણકે ઘર છોડીને ફરાર થયેલો પરિવારનો વ્હાલસોયો અઠવાડિયા બાદ ઘરે પરત ફર્યા છે.
સોશિયલ મીડિયામાં ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો.આ વિડીયો જોઈને કોઈના પણ રૂઆંટા ઉભા થઇ જાય એવો આ વિડીયો હતો.વિડીયોમાં એક કિશોર ઉપર લોકો તુટી પડ્યા હતા અને જેમ ફાવે તેમ આ કિશોરને માર મારી રહ્યા હતા.
અત્યારે પોલીસે કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો જેવી વૈભવી ગાડી અને સાડા ત્રણ લાખથી વધુ રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળી ૫૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે.
આ સભામાં વાપી નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપના તમામ ચૂંટાયેલા સભ્યો અને વલસાડ જિલ્લા ભાજપ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ સભામાં ભાજપના મોવડી મંડળ દ્વારા અપાયેલા મેન્ડેટ પ્રમાણે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન ને બિનહરીફ ચૂંટાયા હતા.
એક તરફ ટેકનોલોજીનો યુગ ઝડપભેર આગળ વધી રહ્યો છે.દુનિયામાં જુદી જુદી ટેકનોલોજીની શોધ થઇ રહી છે અને વિશ્વ વિકસી રહ્યું છે.તેવા સમયે પણ હજુ અંધશ્રધ્ધામાં માનતા લોકોની કમી નથી અને આવા લોકો ધુતારુંઓ ના શિકાર બની રહ્યા છે.