ELSS એટલે કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એકમાત્ર એવી સ્કીમ છે જેમાં ટેક્સ છૂટ મળે છે. આ છૂટ 80સી હેઠળ મળે છે. પણ શું ELSS રિસ્ક ફ્રી છે? ટેક્સ બચાવવાના ચક્કરમાં ELSSનો અંબાર પણ લાગી શકે છે. જાણો આ વીડિયોમાં.
કંપનીઓ વિવિધ ખર્ચને પહોંચી વળવા માટે વર્કિંગ કેપિટલ લોન કે ટર્મ લોન લે છે. ક્યારેક પ્રોપર્ટી અથવા શેર ગીરવે મૂકીને પૈસાની વ્યવસ્થા કરે છે. જો કોઈ કંપનીના પ્રમોટર્સે શેર ગીરવે મૂક્યા હોય, તો શું તેમાં રોકાણ કરવું જોઈએ? જાણવા માટે જુઓ આ વીડિયો.
ફ્લોટર રેટ ફંડને ફ્લોટિંગ રેટ ડેટ મ્યુચ્યુઅલ ફંડ કહે છે. આ પ્રકારના ફંડ હવે મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર્સ અને ક્લાયન્ટ્સમાં લોકપ્રિય થઇ રહ્યા છે. એડવાઇઝર્સને લાગે છે કે આવતા મહિનામાં વ્યાજ દરોના વધતા માહોલમાં આ ફંડ સારો ફાયદો ઉઠાવવાની હાલતમાં હશે.
સ્ટીલના ભાવ ઘટવા છતાં ઓટો કંપનીઓ ગ્રાહકોને તેનો લાભ આપે છે કે નહીં તે નક્કી નથી પરંતુ મોનસૂન અને ફેસ્ટિવલ સેલમાં ગ્રાહક તગડાં ડિસ્કાઉન્ટની આશા રાખી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો નિર્ણય લેતા પહેલાં કેટલાક કન્સેપ્ટ્સને સમજવા જરૂરી છે. AUM આમાનું જ એક છે. કોઇ મ્યુચ્યુઅલ ફંડનું મૂલ્યાંકન કરતી વખતે AUM એક મહત્વનો સંકેત એટલે કે indicator હોય છે.
વધારે માર્કેટ કેપિટલાઇઝેશન અને સારી પ્રતિષ્ઠાવાળી કોઇ મોટી સફળ કંપનીના શેરને બ્લૂ ચીપ શેર કહેવામાં આવે છે. આ એવી કંપનીઓ હોય છે જેનું નામ ઘરેઘરે લોકો જાણતા હોય છે અને સારી રીતે સ્થાપિત થયેલી પણ હોય છે.
ઘરેલુ અને વૈશ્વિક જીડીપી ગ્રોથ રેટ, કરન્સીમાં ઉતાર-ચડાવ, મોંઘવારી, વ્યાજ દર, કોમોડિટી કિંમતોમાં ફેરફાર જેવા પેરામીટર એવા માઇક્રો-ઇકોનોમિક ફેક્ટર હોય છે જેનાથી એ સમજવામાં મદદ મળે છે કે કયા સેક્ટર સારુ પ્રદર્શન કરી રહ્યાં છે.
સસ્તું ઘર બનાવવા માટે કેટલીક ટિપ્સ ઘણી કામની સાબિત થાય છે. સાધારણ ફેરફારથી તમે સારા એવા પૈસા બચાવી શકો છો. જમીન ખરીદવી સૌથી મહત્વની અને ખર્ચાળ પ્રક્રિયા છે. ધ્યાન રાખો કે જમીન એવી જગ્યાએ લો જ્યાં ડેવલપમેન્ટના ચાન્સ વધારે હોય.