છેવાડાના ખેલાડીઓની પ્રતિભા વિકસે અને તેમને વિશ્વકક્ષાએ નામના મળે તે માટે રાજ્ય સરકાર (Gujarat Government) સતત પ્રયત્નશીલ છે. અંજારની શાળામાં અભ્યાસ કરતા મોહિતની કુસ્તીની પ્રતિભાને રાજ્ય સરકારે પારખીને તેને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ઠગાઇ કરતી અનેક ટોળકી કચ્છમાં સક્રિય છે. ત્યારે આવીજ એક ટોળકીએ કચ્છમાં કસ્ટમમાંથી સસ્તુ સોનુ લઇ આપવાની લાલચ આપી ભાવનગરના વેપારીને ચુનો લગાવાને લઈ 11 સામે ફરીયાદ નોંધાયા બાદ 4 શખ્સોને પુર્વ કચ્છ પોલિસે ઝડપી પાડ્યા છે.
કચ્છ જીલ્લા પોલીસ (Kutch Police) વિભાગ માટે તૈયાર થયેલ આ ઇમારતો વર્ષોથી તૈયાર થયા બાદ ઉદ્દધાટન ન થતા જુની ઇમારતોમા પોલીસ મથકો કાર્યરત રાખવા પડ્યા હતા. નવી સુવિધા સાથેના પોલિસ મથકો વિભાગને આજે મળતા પોલીસ અને પ્રજા બન્નેને સારી સેવાનો લાભ મળશે.
કુકમાં ગામના લાછીબેનના કૂખે જન્મેલા આ ત્રણ બાળકોમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. ત્રણેયને સતત 7 દિવસ સુધી સી.પેપ ઉપર રાખ્યા પછી સુધારો જણાતા સાદા ઓક્સિજન (oxygen) ઉપર મૂકી સારવાર આપવાનું શરૂ કર્યું હતું.
હરામીનાળામાંથી વધુ પાંચ બોટ ઝડપાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાંથી પાકિસ્તાની પાંચ બોટ ઝડપાઈ છે. બીએસએફએ (BSF) પેટ્રોલિંગ દરમિયાન આ બોટ ઝડપી પાડી હતી. સાથે જ એક પાકિસ્તાની નાગરિક પણ ઝડપાયો છે.
આ કાર્યક્રમનું આયોજન બે ભાગમાં થશે પ્રથમ ભાગમાં રાજ્ય અને જિલ્લા કક્ષાની ઇવેન્ટ સવારે 10: 15 કલાક થી 10: 50 કલાક દરમિયાન થશે. જેમાં પી. એમ. કિસાન સમ્માન નિધિના (PM Kisan Samman Nidhi) લાભાર્થીઓના ખાતામાં 11મો ઇન્સ્ટોલમેન્ટ ટ્રાન્સફર કરવામાં આવશે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આયાતી કન્સાઈનમેન્ટમાંથી 52 કિલો કોકેઈન (Cocaine) રીકવર કર્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. 500 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.